સાંભાની બે દીકરીઓનો ડંકો હોલીવુડમાં પણ વાગે છે
મુંબઈ, ૭૦ના દાયકાની ફિલ્મ શોલેનાં આજે પણ લોકો દિવાન છે. શોલે ફિલ્મ્સના એક-એક ડાયલોગ અને કેરેક્ટરને આજે પણ લોકો ખુબ જ પસંદ કરે છે. અને શોલેનો ફેમસ ડાયલોગ ‘અરે ઓ સાંભા, કિંતને આદમી થે? સરદાર દો’ આ સાંભળતા જ સાંભાનો ચહેરો માનસપટ પર છવાઈ જાય છે.
સાંભાનો રોલ મેકમોહને પ્લે કર્યો હતો. મેકમોહન સાંભાથી તો ફેમસ હતો જ, પણ હવે તેમની બે દીકરીઓ પણ બોલીવુડ સહિત હોલીવુડમાં ડંકો વગાડી રહી છે. મેકમોહનની બે દીકરીઓનું નામ મંજરી અને વિનતી મકિજાની છે. મંજરી એક ફિલ્મમેકરની સાથે રાઈટર અને પ્રોડ્યુસર પણ છે.
મંજરીએ બોલીવુડ ઉપરાંત હોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેની અમુક શોર્ટ ફિલ્મ્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં એવોર્ડ પણ જીતી ચૂકી છે. ૨૦૧૬માં મંજરીની પસંદગી એએફઆઈ કંઝર્વેટરીના ડાયરેક્ટિંગ વર્કશોપ માટે કરવામાં આવી હતી. ૧૯૭૪માં તેની સ્થાપના બાદ આ સન્માન મેળવનાર તે બીજી ભારતીય છે.
મંજરીના નામે એક રેકોર્ડ પણ છે. ૨૦૧૪માં તેની શોર્ટ ફિલ્મ ધ કોર્નર ટેબલને ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. તેની આ ફિલ્સ કાન્સ શોર્ટ ફિલ્મ કોર્નરનો ભાગ હતી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ઈમર્જિંગ ફિલ્મમેકર્સ શોકેસમાં જગ્યા બનાનાર મંજરીની આ પ્રથમ ફિલ્મ હતી. અને મંજરી એ એકમાત્ર ભારતીય ફિલ્મમેકર છે જેને આ શોકેસનો હિસ્સો બનવાનો મોકો મળ્યો હતો.
મંજરીએ વેક અપ સિડ અને સાત ખૂન માફ જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. તેણે ૨૦૧૨થી શોર્ટ ફિલ્મ લખવાનું અને ડાયરેક્ટ કરવાનું શરૂ કર્યું. આ ઉપરાંત ડિઝની માટે પણ તેણે ફિલ્મ્સ લખી છે. ૨૦૧૯માં મંજરી પોતાની ફિલ્મ સ્કેટર ગર્લને લઈને ચર્ચામાં રહી હતી, જે ગત વર્ષે રિલીઝ થઈ હતી.
આ ફિલ્મમાં મંજરી એક લેખક, ડાયરેક્ટર હતી અને તેની બહેન વિનતી સહ લેખક અને પ્રોડ્યુસર હતી. જ્યારે બીજી દીકરી વિનતીની વાત કરીએ તો તે પણ એક રાઈટર અને પ્રોડ્યુસર છે. આ ઉપરાંત તે આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઈનર પણ છે.
તેણે શાહરૂખની ફિલ્મ માઈ નેમ ઈઝ ખાનમાં કામ કર્યું હતું. વિનતી ધ લિવિંગ ગ્રેસ ફાઉન્ડેશન અને ધ મેક સ્ટેજ કંપનીની ફાઉન્ડર પણ છે. ભલે સાંભાની બંને દીકરીઓ એક્ટ્રેસ બની નથી શકી, પણ તે ખુબ જ સારી ફિલ્મમેકર્સ છે. તમને જાણીને નવાઈ લાગશે પણ મંજરી અને વિનતી રવીના ટંડનની પિતરાઈ બહેન છે. મેકમોહન રવીના ટંડનના કાકા હતા.SSS