મહંતનો ઉંડા ઘાના નિશાન સાથે કૂવામાંથી મળ્યો મૃતદેહ
ગઢડા, તાલુકાના ચોસલા ગામમાં આવેલા હનુમાનજી મંદિર આશ્રમના મહંત છેલ્લા ચારથી પાંચ દિવસથી ગુમ હતા. જે બાદ આશ્રમના કૂવામાંથી ભેદી સંજાેગોમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના કારણે ગામમાં ઘણી ચર્ચાઓએ જાેર પકડ્યુ હતું. આ ઘટનાની જાણ થતાં ઢસા પોલીસ તાત્કાલિક દોડીને તપાસ હાથ ધરી હતી.
કૂવામાંથી બહાર કાઢેલા મૃતદેહના માથા અને કાનના ભાગે ઉંડા ઘાના નિશાન મળી આવ્યા હતા. જે બાદ પોલીસ તપાસમાં તે ગામમાં જ રહેતો નીતિન કુરજીભાઈ વણોદિયાએ તિક્ષ્ણ હથિયાર અથવા બોથડ પદાર્થના ઘા ઝીંકી મહંતની હત્યા કર્યાનું બહાર આવ્યું હતું.
હાલ કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તે સામે આવ્યું નથી. આ અંગે મહંતના નાનાભાઈ પ્રવીણભાઈ ધીરૂભાઈ અડાણિયાએ (૨૯ વર્ષ, રહે, ઝાંઝમેર, તા.ઉમરાળા) નીતિન વણોદિયા સામે ઢસા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. જેમાં આઈપીસી ૩૦૨ અને જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ વ્યક્તિએ કયા કારણોસર મહંતની હત્યા કરી છે તે અંગેની પૂછપરછ અને તપાસ પોલીસ હાલ કરી રહી છે. નોંધનીય છે કે, ઈજા પામેલો મૃતદેહ મળી આવતા હત્યાની આશંકા સાથે પોલીસે મૃતદેહનો કબ્જાે લઈ ગઢડા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
મહંતના ભાઇએ નોંધાવેલી ફરિયાદમાં એવું પણ નોંધાવવામાં આવ્યું છે કે, નીતિન વણોદિયાએ થોડા દિવસ પહેલા બે યુવાનને હનુમાનજી મહારાજના આશ્રમના સાધુને મારી નાંખ્યા હોવાનું જણાવ્યું હતું. જે બાદ બન્ને યુવકે મહંતને શોધ્યા હતા, પરંતુ તેઓ મળી આવ્યા ન હતા.
આ સાથે મહંતના નાનાભાઈ મહેશભાઈને પણ રામદાસજી કાઠિયાનું મૃત્યુ થયા અંગેના વાવડ મળ્યા હતા. જે બાદ પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. મળતી માહિતી પ્રમાણે, ઉમરાળાના ઝાંઝમેર ગામના વતની રમેશભાઈ ધીરૂભાઈ અડાણિયા ૧૫ વર્ષ પહેલા સન્યાસ લઈ સાધુ બન્યા હતા. તેઓએ રામદાસજી ગુરૂ મોહનદાસજી કાઠિયા નામ ધારણ કરી લીધું હતું.SSS