વૈશ્વિક સ્તરે કોરોનાનાં કેસ નોંધાયા ૩૪ કરોડથી વધુ, ૫૫ લાખથી વધુ લોકોનાં મોત

નવીદિલ્હી, વૈશ્વિક સ્તરે, કોવિડ ૧૯ નાં કેસ વધીને ૩૪.૦૪ કરોડથી વધુ થઈ ગયા છે. આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં ૫૫.૭ લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે ૯.૭૩ અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે.
આજે સમગ્ર દુનિયા કોરોનાનાં ભરડામાં આવી ગઇ છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ લોકોનાં જીવનને ખૂબ ખરાબ રીતે પ્રભાવિત કર્યુ છે. આ વાયરસનાં નવા નવા વેરિઅન્ટ બહાર આવતા WHO પણ ચિંતામાં છે. આજે એટલે કે, શુક્રવારે સવારે જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે ૩૪૦,૪૩૬,૪૯૪, ૫,૫૭૩,૦૮૭ અને ૯,૭૩૯,૭૭૨,૪૮૦ થઈ ગઈ છે.
CSSE મુજબ, અમેરિકા, વિશ્વમાં સૌથી વધુ કેસ અને મૃત્યુ અનુક્રમે ૬૯,૨૭૦,૬૫૦ અને ૮૬૦,૧૪૫ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. કોરોનાનાં કેસમાં ભારત બીજા નંબરે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે, જ્યાં કોરોના સંક્રમણનાં ૩૮,૨૧૮,૭૭૩ કેસ છે જ્યારે ૪૮૭,૬૯૩ મૃત્યુ થયા છે, ત્યારબાદ બ્રાઝિલમાં ૨૩,૫૯૫,૧૭૮ કેસ છે, જ્યારે ૬૨૨,૪૭૬ મૃત્યુ થયા છે.
સીએસએસઇ ડેટા મુજબ, ૫૦ લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં યુકે (૧,૫૭,૧૬,૯૦૮), ફ્રાન્સ (૧,૪૨,૮૫,૩૦૬), રશિયા (૧,૦૭,૫૪,૯૦૫), તુર્કી (૧,૦૭,૩૬,૨૧૫), ઇટાલી (૯૪,૧૮,૨૫૬), સ્પેન (૮૮,૩૪,,૩૬૩), જર્મની (૮૩,૯૭,૩૪૦), આજેર્ન્ટિના (૭૫,૭૬,૩૩૫), ઈરાન (૬૨,૩૬,૫૬૭) અને કોલંબિયા (૫૬,૫૫,૦૨૬). આ દેશોમાં ૧૦૦,૦૦૦ થી વધુ મૃત્યુ નોંધાયા છે, તેમાંથી રશિયા (૩,૧૭,૫૨૩),મેક્સિકો (૩,૦૨,૧૧૨),પેરુ (૨,૦૩,૭૫૦),યુકે (૧,૫૩,૭૦૮), ઇન્ડોનેશિયા (૧,૪૪,૧૯૯),ઇટાલી (૧,૪૨,૫૯૦), ઈરાન (૧,૩ ૨,૧૩,૧૩૨, કોલોમ્બિયા), ફ્રાન્સ (૧,૨૯,૧૦૫), આજેર્ન્ટિના (૧,૧૮,૮૦૯), જર્મની (૧,૧૬,૩૭૨), યુક્રેન (૧,૦૫,૩૮૦) અને પોલેન્ડ (૧,૦૩,૩૭૮) સામેલ છે.HS