પશ્ચિમ ઘાનામાં વિસ્ફોટ થતાં ૧૭ લોકોનાં મોત, ૫૯ ઘાયલ
નવીદિલ્હી, ઘાનામાં મોટરસાઇકલ અને વિસ્ફોટકો વહન કરતા વાહન અથડાયા પછી “વિશાળ વિસ્ફોટ” માં ઘણા લોકો માર્યા ગયા હતા હાલ ૧૭ લોકોના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થયેલ છે વિસ્ફોટથી પશ્ચિમ ઘાનાના એક નાનકડા શહેર એપિએટને સંપૂર્ણપણે તારાજી સર્જાઇ છે.
આ વિસ્તારમાં કામ કરતા અને વિસ્ફોટ સાંભળનારા ક્વાડવો બેમ્પાએ સીએનએનને જણાવ્યું કે ત્યાં લગભગ દરેક ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે લોકો અને પ્રાણીઓ કાટમાળ નીચે ફસાયા હતા.હાલ ૧૭ લોકોના મોત અને ૫૯ લોકો ઇજાગ્રસ્ત થયા છે.હજુપણ મૃત્યુઆંક વધી શકે છે.
પોલીસે જણાવ્યું કે મોટાભાગના પીડિતોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને વિવિધ હોસ્પિટલો અને ક્લિનિક્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની સ્થિતિ વિશે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી,હાલ પુરજાેશમાં બચાવ કામગીરી ચાલી રહી છે.HS