વડાપ્રધાન મોદીએ જાે બાઈડેન જેવા દિગ્ગજાેને આ મામલે પછાડ્યા: બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ડંકો ભારતની સાથે સાથે વિશ્વમાં વાગી રહ્યો છે અને ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ ની યાદીમાં ટોચ પર છે. અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટે વિશ્વભરના નેતાઓના વૈશ્વિક અપ્રુવલ રેટિંગ પર તાજેતરમાં એક સર્વે કરીને નેતાઓની લોકપ્રિયતા શોધી કાઢી છે, જેમાં પીએમ મોદીની સામે કોઈ દૂર દૂર સુધી નથી.
ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગની યાદીમાં નરેન્દ્ર મોદીનું રેટિંગ ૭૧ ટકા છે અને તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેન જેવા દિગ્ગજાેને પછાડી દીધા છે. એટલું જ નહીં પીએમ મોદીની આસપાસ કોઈ નેતા નથી.
ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં બીજા ક્રમે મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર છે, જેમનું રેટિંગ ૬૬ ટકા છે. ત્રીજા નંબર પર રહેલા ઈટાલીના પ્રધાનમંત્રી મારિયો દ્રધિનું રેટિંગ ૬૦ ટકા છે. ત્યારબાદ લિસ્ટમાં જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા (૪૮%) અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝો (૪૪%) છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેન ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગની યાદીમાં છઠ્ઠા નંબર પર છે અને તેમનું રેટિંગ ૪૩ ટકા છે. આ યાદીમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો (૪૩%), ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન (૪૧%), સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ (૪૦%), દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે-ઈન (૩૮%), બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો (૩૭%), ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (૩૪%) અને યુકેના પીએમ બોરિસ જાેન્સન (૨૬%) છે.
અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઇન્ટેલિજન્સ હાલમાં યુએસ સિવાય ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન અને યુનાઇટેડ કિંગડમના નેતાઓના રેટિંગ પર નજર રાખી રહી છે.HS