દરેક સ્તર પર કેન્દ્રનું ધ્યાન, જરૂરીયાત મુજબ થશે: ઓમ બીરલા

નવીદિલ્હી, અરૂણાચલ પ્રદેશ અપહરણ મામલે હવે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનું નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું કે કેન્દ્ર પોતાના સ્તર પર તમામ મુદ્દાઓ પર ધ્યાન આપી રહ્યું છે અને જ્યારે પણ જરૂર હોય છે, ત્યારે ચર્ચા કરે છે.
લોકસભા અધ્યક્ષનો આ જવાબ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટોણો માર્યા બાદ સામે આવ્યો છે. તેમને કહ્યું સરકારે પોતાના સ્તર પર કેસની તપાસ કરી રહી છે. જ્યારે પણ ચર્ચાની આવશ્યકતા હોય છે, તે પોતાના સ્તર પર પણ ચર્ચા કરે છે.
ચીની સૈનિકોએ અરૂણાચલ પ્રદેશના એક યુવકનું અપહરણ કર્યાના મામલે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આરોપ લગાવતા કહ્યું હતું કે આ મામલે વડાપ્રધાનનું મૌન સાબિત કરે છે કે તેમને કોઈ ફરક નથી પડતો. તેમને એ પણ કહ્યું કે તે આ કિશોરના પરિવારની સાથે ઉભા છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું ‘પ્રજાસત્તાક દિવસના થોડા દિવસો પહેલા ભારતના એક કિશોરનું ચીન દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. અમે મિરામ તરોનના પરિવારની સાથે છીએ અને આશા નહીં છોડીએ, હાર નહીં માનીએ.
આ પહેલા બુધવારે અરૂણાચલ પૂર્વના સાંસદ તપીર ગાઓએ દાવો કર્યો હતો કે ભારતીય ક્ષેત્રની અંદરથી એક ૧૭ વર્ષીય યુવકનું અપહરણ કરવામાં આવ્યું છે. ગાઓએ દાવો કર્યો કે મંગળવારે અરૂણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લાથી યુવકનું અપહરણ કરવામાં આવ્યું.
તેમને આગળ દાવો કર્યો કે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીએ આ યુવકનું અપહરણ કર્યુ છે, જ્યાં ત્સાંગપો નદી અરૂણાચલ પ્રદેશમાં ભારતમાં પ્રવેશ કરે છે. તેમને ટ્વીટ કર્યુ ૧૮ જાન્યુઆરી ૨૦૨૨એ ચીનની પીએલએએ જિદો ગામના ૧૭ વર્ષના મિરામ ટેરોનનું અપહરણ કર્યુ છે.
પીએલએ દ્વારા અપહરણની આ ઘટના પર ગુરૂવારે જ્યારે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાને સવાલ કરવામાં આવ્યો તો તેમને આ મામલાની જાણકારીથી ઈનકાર કરી દીધઓ. તેમને કહ્યું ચીની સેના સરહદોી સુરક્ષા અમારા કાયદાની રીતે કરે છે અને ગેરકાયદે ઘૂસણખોરીના કિસ્સાઓ પર અંકુશ રાખે છે. ચીની વિદેશ મંત્રાલયનો આ જવાબ એવા સમયે આવ્યો છે, જ્યારે ભારતીય સેનાએ ચીની સેનાને સૂચિત કર્યુ કે એક છોકરો રસ્તો ભડકી ગયો છે અને તેની જાણ નથી થઈ રહી.
જણાવવામાં આવ્યું કે ભારતીય સેનાને જેવી જ ટેરોમના ગુમ થવાની સૂચના મળી તો હોટલાઈન દ્વારા તરત જ પીએલએ સાથે સંપર્ક કર્યો. ભારતીય સેનાએ અધિકૃત સંપર્ક દ્વારા ચીન દ્વારા સ્થાપિત પ્રોટોકોલ હેઠળ છોકરાની શોધ કરવા અને તેને સલામત પરત આપવાની માંગ કરી છે. તેજપુર સ્થિત સંરક્ષણ કાર્યાલયે ગુરૂવારે આ જાણકારી આપી.HS