Western Times News

Gujarati News

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આવ્યા કોરોનાની ઝપેટમાં

ગાંધીનગર, રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૧૭મીએ રિપોર્ટ કરાવતા નેગેટિવ આવ્યો હતો. તેમ છતાં લક્ષણો યથાવત રહેતા તેમણે ફરીથી ૧૯મીએ ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગાંધીનગર ખાતે નિવાસ સ્થાને હોમ આઈસોલેટ થયા હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતભરમાં કોરોના-ઓમિક્રોનના કેસોમાં રેકોર્ડબ્રેક વધારો જાેવા મળ્યો છે. ત્યાર ગાંધીનગરમાં પણ કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે, જેમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક મંત્રી, ધારાસભ્યો અને અધિકારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા સાંસદ પૂનમ માડમનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આ અંગેની માહિતી તેમણે સોશિયલ મીડિયા પર આપી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર કરજણના ઘારાસભ્ય અક્ષય પટેલ, ભિલોડાના ધારાસભ્ય અનિલ જાેશીયારા, જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયા, ધ્રાંગધ્રાના ધારાસભ્‌. પરસોત્તમ સાબરિયા, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાત, ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા, નવસારીના ધારાસભ્ય પિયુષ પટેલ, ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલ, મંત્રી જીતુ ચૌધરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. એટલું જ નહીં, ગુજરાતના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે તથા ૈંછજી અધિકારી રાજુકુમાર બેનીવાલ પણ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં કોરોનાની ત્રીજી સહેરની પીક તરફ શરૂ થયેલી ગતિના પગલે સતત ત્રીજા દિવસે પણ સંક્રમણમાં વદારો નોંધાયો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ ટકાના વધારા સાથે ૨૪૪૮૫ કેસ અને ૧૩ દર્દીના મોત થયા છે.

ઓમિક્રોન વેરિયન્ટથી રોકેટ ગતિથી પ્રસરી ગયેલા સંક્રમણને લીધે ૨૦ જ દિવસમાં લગભગ દોઢ લાખ જેટલા નવા કેસ ઉમેરાયા છે. જેથી એક્ટિવ કેસોનો આંકડો એક લાખનો પાર થઈ ગયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.