નિયમભંગ બદલ ૪૦ દુકાનો પાસે ૫ લાખનો દંડ વસૂલાયો
ગાંધીનગર, અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો રોકેટગતિએ વધી રહ્યા છે, ત્યારે ફરીવાર માસ્ક, સેનિટાઈઝર, પલ્સ ઓક્સિમીટર ઉપરાંત દવાઓની માંગ વધી છે, ત્યારે વધેલી ડિમાન્ડનો ગેરકાયદો ઉઠાવી રહેલા રાજ્યના વધુ ભાવ લેતા કેમિસ્ટો પર તોલમાપ વિભાગે દરોડા પાડીને કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માસ્ક, સેનિટાઈઝર સહિતની વસ્તુઓ ઊંચા ભાવ વસૂલનારાઓ પાસેથી પાંચ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે માસ્ક, સેનિટાઈઝર, પલ્સ ઓક્સિમીટર, ડિજીટલ થર્મોમીટર, ઇન્ફ્રારેડ થર્મોમીટર, ઈ.સી.જી. મોનિટરના ઊંચા ભાવ વસૂલીને કપરાં સમયમાં લૂંટ ચલાવી રહેલા અમદાવાદના ૫, વડોદરાના ૯, રાજકોટ-પાલનપુરના ૪-૪ કેમિસ્ટ સહિત કુલ મળીને ૪૦ કેમિસ્ટો પર તોલમાપ ખાતાના અધિકારીઓએ દરોડા પાડયા હતા.
તપાસ દરમિયાન કિંમત કરતાં વધુ રૂપિયા વસૂલનારાઓ પાસેથી ૫ લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. તોલમાપ ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર કાયદાકીય જાેગવાઈ મુબજ પ્રોડક્ટ પર ઉત્પાદક, પેકિંગ કરનાર, ઈમ્પોર્ટરનું નામ અને સરનામા સહિતની તથા પ્રોડક્ટ્સ સહિતની વિગતો છાપવામાં આવેલી હોય છે. તેના પર મેન્યુફેક્ચરિંગની ડેટ અને રેટ પણ લખેલા હોય છે.
પરંતુ કેટલા કેમિસ્ટો તેની કિંમતમાં ચેકચાક કરીને છાપેલી કિમત કરતાં વધુ કિંમલ વસૂને ગુના આચરી રહ્યા હોવાનું જાેવા મળ્યું છે. જેથી વિભાગ દ્વારા દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાનું સંક્રમણ વધતા સ્ટાન્ડર્ડ ગુણવત્તા સાથેના મેડિકલ સાધનો દર્દીને મળી રહે તે માટે ગ્રાહક બાબતોની મંત્રી નરેશન પટેલને રજૂઆતો મળતા તેમણે તોલમાન વિભાગને તપાસ માટે સૂચના આપતા મેડિક પ્રોડક્ટ વિક્રેતા અને મેડિકલ સ્ટોર્સ દ્વારા દર્દીઓને છેતરવામાં આવતા નહીં હોવાની તપાસ કરાઈ હતી. સાથે જ વસ્તૂઓ પર એમઆરપી વિગેરે યોગ્ય રીતે દર્શાવાયા છે કે નહીં તેની પણ તપાસ કરાઈ હતી.SSS