LRF-PSI ભરતી કૌભાંડમાં વધુ બેની ધરપકડ કરવામાં આવી
રાજકોટ, રાજકોટમાં LRD-PSI ભરતી કૌભાંડ મામલે ગાંધીગ્રામ પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે નિલેશ મકવાણા અને આરીફ સિદ્દીકી નામના બે શખ્સોને ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
તપાસ દરમિયાન પોલીસને આરીફના ફોનમાંથી કોલ લેટર મળી આવ્યા છે, જે બનાવટી હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરશે. જ્યારે અગાઉ ઝડપાયેલા બે આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં ક્રિષ્ના અને જેનિશને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર આરોપી નિલેશ મકવાણાની ૧૫૦ ફૂટ રોડ પર સંસ્કાર હાઈટ્સમાં ઓફિસ આવેલી છે જ્યાં ઉમેદવારોને બોલાવીને નાણાંની લેતી-દેતી કરી હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે આરોપી ક્રિષ્ના અલગ-અલગ નિવેદનો આપી રહ્યો છે અને મોટાભાગના નિવેદનો ખોટા હોવાનુ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
જેથી ક્રિષ્ના અને જેનિશના વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ સમગ્ર મામલે રાજકોટ ઝોન-૨ ડીસીપી મનોહરસિંહ જાડેજાએ મીડિયાને જણાવ્યું કે, નિલેશ મકવાણાની રાજકોટમાં ઓફિસ હતી. જ્યાં ઘણા બધા ઉમેદવારોને બોલાવીને આ પ્રકારની કામગીરી કરાતી હતી. બંને આરોપીઓને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. અગાઉ ઝડપેલા આરોપીઓ પોલીસ પૂછપરછમાં સહકાર આપતા નહોતા. એટલે સીડીઆર એનાલિસિસ અને મોબાઈલમાં જે ડેટાના આધારે કાર્યવાહી કરી છે.
જાડેજાએ મીડિયાને વધુમાં જણાવ્યું કે, આરોપીના ફોનમાં ફક્ત કોલ લેટર જ નહીં પરંતુ કોમ્યુનિકેશન પણ છે. જાે કે, ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન થયા હોય તેવું ખાસ મળ્યું નથી. પરંતુ કોમ્યુનિકેશનના આધારે ઈન્ટેસન હોવાના કારણે બંનેની ધરપકડ કરવામાં આવી છે.SSS