ગુજરાતના આ ગામમાં પ્રતિ ૧૦૦ લીટર સામે એક રૂપિયો લેવાઈ રહ્યો છે
મીટર લગાવવાથી લોકોએ પાણી બચાવવાની સાથે-સાથે વીજળીના બીલમાં પણ મોટી બચત કરી છે.
ગાંધીનગર, આવનારી પેઢી માટે અમૂલ્ય પાણીના બચાવ માટે જે ગ્રામ પંચાયત પહેલ કરે છે તેને કેન્દ્ર સરકાર જળ પુરસ્કાર આપે છે. ગુજરાતીમાં કહેવત છે કે મફતમાં મળતી ચીજની વેલ્યુ હોતી નથી પરંતુ ગુજરાતના એક ગામડાએ એવું સિદ્ધ કર્યુ છે કે મફતમાં મળતા પાણીનું પણ મૂલ્ય છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલા તખતગઢ ગામના લોકોએ પાણીના મીટરની પ્રથાને અપનાવી છે. કેન્દ્ર સરકારે તેની નોંધ લઈને જળ પુરસ્કાર માટે આ ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ પંચાયત જાહેર કરી છે. જાે આવું કામ ૧૪ હજાર ગામડાઓમાં થાય તો લોકોને પાણીનું મૂલ્ય સમજાશે આવનારી પેઢી માટે પાણી બચાવી શકાશે.
સાબરકાંઠાના તખતગઢ ગામના લોકોએ પાણીના મીટર પ્રથાને અપનાવીને સ્વચ્છતા અને પાણી બચાવ એમ બંને કાર્યાેને પાર પાડ્યા છે. પહેલાં ગામની શેરીઓ અને મુખ્ય રસ્તાઓ અન્ય ગામડા અને શહેરોની માપક પહેલા તો ગંદા રહેતા હતા.
બીજી તરફ પાણીની સમસ્યા તો ઠેરના ઠેરજ રહેતી હતી. પરંતુ ગામના લોકોએ પાણીની કરકસર કરવાનો નિર્ણય કર્યાે. જેથી લોકો રસ્તાઓ પર પાણીનો ખોટો બગાડના કરે અને પાણીને કરકસર પૂર્ણ રીતે ઉપયોગ કરે.
હાલ ગામમાં ૯૬ ટકા મીટર લાગી ચુક્યા છે. જેના માટે કુલ ૪૬ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જેમાં ૧૦ લાખ રૂપિયા ગામ લોકોએ અને ૩૬ લાખ રૂપિયા સરકારે ખચ્ર્યા છે. ગામના લોકો પાસેથી પ્રત્યેક હજાર લીટરે એક રૂપિયો લેવામાં આવે છે. ગામમાં પાણીના મીટર લાગી જતાં ગામ લોકોને પણ મોટો ફાયદો થયો છે.
ગામના લોકો સ્વીકારી રહ્યા છે કે, મીટર લગાવવાથી લોકોએ પાણી બચાવવાની સાથે-સાથે વીજળીના બીલમાં પણ મોટી બચત કરી છે.
રાજ્યના જળ તજજ્ઞ કહે છે કે ગામડામાં પાણીના મીટર લગાવવાનું સહેલું છે અને ગ્રામજનો તૈયાર પણ થાય છે પરંતુ શહેરોમાં પાણીનો સૌથી વધુ બગાડ થાય છે. રાજ્ય સરકારે શહેરોની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં પાણીના દામ નક્કી કરી ફરજીયાત મીટર પ્રથા લાગુ કરવી જાેઈએ.