વિદ્યાર્થીઓ માટે ખુશખબરઃ ચાલુ વર્ષે માસ પ્રમોશનની સંભાવના

પ્રતિકાત્મક
કોર્સ અધૂરો રહેતા ચાલુ વર્ષે માસ પ્રમોશનની સંભાવના
(એજન્સી) અમદાવાદ, તાજેતરમાં જ રાજેયમાં કોરોનાએ પોતાનુૃ રૌદ્રસ્વરૂપ બતાવવાનૃં શરૂ કર્યુ છે. તદુપરાંત શાળાઓમાં હજુ પણ કોર્સ પૂરો થયો નહી હોવાથી ત્યારે રાજ્યમાં ધો.૧ થી ૧ર ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય એવી ચર્ચા ચાલી રહી હોવાનું સેુત્રો પાસેથી જાણવા મળી રહ્યુ છે.
હજુ સુધી ૬૦ ટકા જ કોર્સ પર્ણ થયો છે બોર્ડની પરીક્ષા ર૮મી માર્ચે યોજાશે કે કેમ? તે તો આગામી સમય જ કહેશે. આ કિસ્સામાં બોર્ડ દ્વારા માસ પ્રમોશનની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. જાે કે આ અંગે કોઈ સત્તાવાર સમાચાર પ્રાપ્ત થયા નથી.
ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યુ હતુ કે શાળાઓમાં કોર્ષ પૂરો થવોની કોઈ શક્યતાઓ નથી. સીબીએસઈ ૩૦ ટકા કોર્ષ ઘટાડી દીધો છે. ત્યારે હવે ૭૦ ટકા કોર્ષ જ પૂર્ણ કરવાનો છે. પરંતુ આ પરિસ્થિતિમાં તે પૂર્ણ થવાની શક્યતાઓ નથી. તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે સીબીએસઈ હજુ સુધી પ્રિલીમીનરી પરીક્ષા લીધી નથી.
આમ, જાે પ્રિલીમીનરી પરીક્ષા જ ન લેવાઈ હોય તો વાર્ષિક પરીક્ષા કેવી રીતે લઈ શકાશે. જાે કે ગુજરાત બોર્ડ ે આ અંગેે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. હાલમાં બોર્ડમાં આ પ્રકારની ચર્ચા ચાલી રહી હોવાનુૃ આંતરીક વર્તુળો જણાવી રહ્યા છે.