ભરશિયાળે ઠંડા પવન સાથે દિલ્હી NCRમાં પડ્યો કમોસમી વરસાદઃ યલો એલર્ટ
નવીદિલ્હી, દિલ્હી-એનસીઆરના સહિતના ઘણા વિસ્તારોમાં શુક્રવાર મોડી રાત્રે ઝરમર વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે ઠંડીમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરતા જણાવ્યું હતું કે, દિલ્હી સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. વરસાદના કારણે આગામી બે દિવસ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, આકાશ વાદળછાયું રહેશે અને પવનની ઝડપ ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે. તેમજ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન ૧૬ ની આસપાસ અને લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે. વિભાગના જણાવ્યા અનુસાર વરસાદની અસર ખતમ થતાં જ લઘુત્તમ તાપમાનમાં ઝડપથી ઘટાડો થશે, જે સાત ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
હવામાં ભેજનું પ્રમાણ ઊંચું અને નીચા પારાના કારણે દિલ્હી-એનસીઆર સવારે ધુમ્મસની ચાદરમાં લપેટાઈ જાય છે. શુક્રવારે સવારે પણ ધુમ્મસના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટીનું સ્તર ૨૦૦ મીટર નોંધાયું હતું. જેના કારણે ઘણી ફ્લાઈટ અને ટ્રેનોના પૈડા પણ મોડા પડ્યા હતા. બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદની સ્થિતિમાં ધુમ્મસમાંથી રાહત મળી શકે છે. જાે કે, વરસાદની મોસમ પસાર થતાં ફરીથી ધુમ્મસ જાેવા મળશે.
ગાઢ ધુમ્મસને કારણે ટ્રેનોની સાથે વિમાનોના સંચાલનને પણ અસર થઈ છે. શુક્રવારે સવારે ૫૦ મીટરથી ઓછી વિઝિબિલિટી હોવાના કારણે ટ્રેનોની સ્પીડ થંભી ગઈ હતી, ત્યારબાદ દિલ્હી એરપોર્ટના રનવે પર ટેક્નોલોજીની મદદથી એરક્રાફ્ટની અવરજવર કરવામાં આવી હતી. ૩૦ થી વધુ ટ્રેનો મોડી દોડવાને કારણે લગભગ ૧૨૫ ફ્લાઈટને અસર થઈ હતી.HS