ભોજપુરમાં બેન્ક કર્મચારી સહિત બેની હત્યાઃ માફિયાઓએ ફાયરિંગ કરી
પટણા, બિહારના ભોજપુર જિલ્લાના રાજાપુર દિયારા સ્થિત કામલુચક બાલૂ ઘાટ પર એક વખત ફરી માફિયાઓની બંદૂકોના અવાજ સંભળાયા છે. જ્યાં બાલૂ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ખનના અને વર્ચસ્વને લઈને બેન્ક કર્મચારી સહિત બે લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
આ ઘટના પછી ગામ અને તેની આસપાસના ઘણા વિસ્તારમાં સનાટો છે. ઘટનાની માહિતી મળતા જ ભોજપુરના એએસપી હિમાશું ઘટના સ્થળે પહોંચ્યા અને શબને પોતાના કબજામાં લઈને તેનું પોસ્ટમોર્ટમ આરા સદાર હોસ્પિટલમાં કરાવ્યું. પોલીસે આ મામલામાં ગોળીબાર કરનાર બે લોકોની ધરપકડ કરી છે. બાકીના આરોપીઓની શોધ હજી ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મૃતકોમાં ઉત્તરપ્રદેશના બેલભરિયા ગામના રહેવાસી ખેદુનો ૩૪ વર્ષનો પુત્ર દુર્ગેશ છે. તે વ્યવસાયથી ક્લર્ક હતો અને હાલ તે જજ કોઠી સ્થિત મણિપુરમ બેન્કમાં ક્લર્ક તરીકે કાર્યરત હતો. જ્યારે બીજાે મૃતક પટના જિલ્લાના નૌબતપુર નિવાસી જગપતિ નારાયણ શર્માનો ૪૦ વર્ષીય પુત્ર સંજીત કુમાર હતો. તે હાલ રામનગર ચંદવા હાઉસિંગ મોહલ્લામાં રહેતો હતો. તે વ્યવસાયે એકાઉન્ટન્ટ હતો.
બીજી તરફ મૃતકોના મિત્ર દીપક સિંહે જણાવ્યું કે તેમના પાર્ટનર કામેશ્વર રાયનું રાજાપુર ગામ દિયારા સ્થિત કામલુચક બાલૂ ઘાટનું ટેન્ડર પાસ થયું હતું. આ જ બાલૂ ઘાટનું ઉદ્યઘાટન કરવા માટે તમામ લોકો કમાલુચક બાલૂ ઘાટ પર પૂજા કરાવી રહ્યાં હતા. અહીં લગભગ ૨૫૦ની સંખ્યામાં લોકો આવ્યા હતા. એવામાં અચાનકથી બીજા પક્ષના ૨૫ લોકો અહીં આવીને ફયરિંગ કરવા લાગ્યા.
ફાયરિંગ થતા જ લોકો ભાગદોડ કરવા લાગ્યા હતા. ભાગદોડ દરમિયાન બે લોકોને ગોળી વાગી હતી. તેના પગલે બંનેના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. જે પછીથી પોતાનો જીવ બચાવીને તમામ લોકો કોઈલવર પોલીસ સ્ટેશને પહોંચ્યા અને તેની માહિતી કોઈલવર પોલીસને આપી. જે પછીથી મોટી સંખ્યામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને શબને પોસ્ટમોર્ટમ માટે આરા સદર હોસ્પિટલમાં લાવી હતી.
બીજી તરફ મૃતકોના મિત્ર દીપક સિંહે વર્ચસ્વ કાયમ રાખવા અને ગેરકાયદેસર રેતી ખનને લઈને સત્યેન્દ્ર પંડિત નામના વ્યક્તિ અને તેના અન્ય સાથીઓ પર ગોળી મારીને હત્યા કરવા અને ઘણા રાઉન્ડ ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. ઘટના પછી મૃતકોના ઘરમાં શોકનો માહોલ હતો અને મૃતકોના પરિવારના સભ્યોએ રોકકડ કરી મૂકી હતી.પોલીસ તપાસ શરૂ કરી છે.HS