Western Times News

Gujarati News

અગાઉ કરતાં લતા મંગેશકરની તબિયત હવે સુધારા ઉપર

નવી દિલ્હી, દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર કોરોના સંક્રમિત થતાં હાલ હોસ્પિટલમાં દાખલ છે. કોરોના અને ન્યૂમોનિયા થઈ જતાં લતા મંગેશકરને છેલ્લા એક અઠવાડિયાથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લતા મંગેશકરની ટીમ દ્વારા તેમના સ્વાસ્થ્યને લઈને અપડેટ આપવામાં આવી છે.

સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરના નિકટના બહેનપણી અનુષા શ્રીનિવાસન ઐય્યરે જણાવ્યું, અગાઉ કરતાં દીદીની તબિયત સુધારા પર છે અને તેઓનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે. ડૉ. પ્રતીત સમધાનીના વડપણ હેઠળ તબીબોની ટીમ ૈંઝ્રેંમાં તેમની સારવાર કરી રહી છે.

અમે તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છીએ અને આશા છે કે તેઓ જલદી જ સ્વસ્થ થઈને ઘરે આવી જશે. લતા મંગેશકરના એક સ્ટાફ મેમ્બર કોરોના સંક્રમિત હતા અને તેમના સંપર્કમાં આવવાથી તેમને પણ ચેપ લાગ્યો હતો. ૯૨ વર્ષીય લતા મંગેશકરને કોરોના થતાં ફેન્સ અને સેલિબ્રિટીઝે તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. થોડા દિવસ પહેલા જ મીડિયામાં અફવા ઉડી હતી કે, લતા દીદીનું સ્વાસ્થ્ય કથળ્યું છે.

જે બાદ તેમની ટીમ દ્વારા આ અહેવાલોને ખોટા ગણાવીને તેમનું સ્વાસ્થ્ય સ્થિર હોવાની જાણકારી અપાઈ હતી. ભારત રત્ન લતા મંગેશકરની ટીમે બહાર પાડેલા નિવેદનમાં કહ્યું હતું, “વહેતા થયેલા ખોટા સમાચારોને જાેઈને દુઃખ થાય છે. લતા દીદીની તબિયત સ્થિર છે. તેઓ નિષ્ણાત ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે. તેઓ જલદી સાજા થઈને ઘરે આવે તેવી પ્રાર્થના કરો. ઉલ્લેખનીય છે કે, ૧૯૪૨માં ૧૩ વર્ષની વયે લતા મંગેશકરે કરિયરની શરૂઆત કરી હતી.

ભારતની વિવિધ ભાષાઓમાં ૩૦,૦૦૦થી વધુ ગીત ગાવાનો રેકોર્ડ લતા મંગેશકરના નામે છે. સાત દશકાના કરિયરમાં તેમણે અજીબ દાસ્તાં હૈ યે, પ્યાર કિયા તો ડરના ક્યા, નીલા આસમાન સો ગયા, તેરે લિયે સહિત અનેક યાદગાર ગીતોને અવાજ આપ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.