૧૩ દિવસમાં ૭૮૯ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થઈ ગયા
સુરત, સુરતમાં છેલ્લા ૧૩ દિવસમાં હાઈસ્કૂલ અને કોલેજમાં ૭૮૯ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવવતી યાદી પ્રમાણે જાન્યુઆરીની શરૂઆતથી જ સ્કૂલ કોલેજાેમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, જેથી સરકારે ધોરણ ૧-૯ની સ્કીલો બંધ કરવાની ફરજ પડી હતી.
શાળામાં છેલ્લા ૨૦ દિવસમાં જે રીતે પોઝિટિવ કેસોમાં ધરખમ વદારો થયો છે તે જાેતા હવે વાલીઓમાં પણ ડર સંપૂર્ણપણે જાેવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના આદેશ બાદ સુરતમાં ૮ જાન્યુઆરીથી ધોરણ ૧થી ૯ની સ્કૂલો બંધ કરવામાં આવી છે. તેમ છતાંય હાઈસ્કૂલ-કોલેજાેમાં કોરોનાનો પગપેસારો વધ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૭ જાન્યુઆરીના રોજ ધોરણ ૧થી ૯ની સ્કૂલો બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
જાે કે, ત્રીજી લહેરમાં જ ૨૬ ડિસેમ્બરથી ૭ જાન્યુઆરી સુધીમાં ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ ચૂક્યા હતા. સ્કૂલો બંધ થતાં હવે હાઈસ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. જેથી આઈએન ટેકરવાલા, સ્વામીનારાયણ વિદ્યાલય, સાધન શાળા, સુમન શાળા ૨૮૯ કતારગામ, સુમન શાળા ૨૫૪ કતારગામ, નાલંદા શાળા, ડીકે ભટરાધર શાળામાં કોરોનાના કેસ નોંધાતા બંધ કરવામાં આવી છે.
જ્યારે ધોરણ-૧૧ના વિદ્યાર્થીઓ ઓફલાઈન એજ્યુકેશન માટે ખૂબ જ ઓછી સંખ્યામાં આવી રહ્યા છે. કોરોનાના વધતાં જતાં કહેરને જાેતા વાલીઓએ ફરી એકવાર ઓનલાઈન એજ્યુકેશન ઉપર ભાર મૂકવાની ફરજ પડી રહી છે. કોરોનાના આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં કોરોના રોકેટગતિએ વધી રહ્યો છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૧૨૨૫ કેસ નોંધાયા છે, જ્યારે ૧૬ લોકોના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં ૧૧૩૩ કેસના ઘટાડા સાથે નવા ૨૫૭૬ કેસ નોંધાયા છે. જેથી કોવિડનો કુલ આંકડો વધીને ૧.૮૮ લાખ પર પહોંચ્યો છે. જ્યારે ૪ મોત સાથે મૃત્યુઆંક પણ વધીને ૨૧૪૪ થયો છે. સૌથી સારી બાબત એ છે કે, શહેરમાંથી ૨૬૦૮ દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં કુલ ૨૫૦૦૦થી વધુ કેસ એક્ટિવ હોવાનું જાણવા મળ્યું છે.SSS