Western Times News

Gujarati News

અંકલેશ્વર નજીક ટ્રેનમાં મુસાફરી કરતી યુવતીના દાગીના ભરેલી બેગની ચોરી

ગોવાની યુવતિ પરિવાર સાથે અમદાવાદમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતી હતી

(પ્રતિનિધિ) ભરૂચ, ગોવાથી અમદાવાદ લગ્નમાં માતા, ભાઈ સાથે જતી યુવતીની ટ્રેનમાં સીટ નીચે મુકેલી ૩ બેગમાં રહેલા સોના, ચાંદીના દાગીના, કપડાં અને રોકડા મળી કુલ રૂપિયા૩.૮૯ લાખની મત્તાની ચોરીની ફરિયાદ ભરૂચ રેલવે પોલીસ મથકે નોંધાવાઈ છે.

મૂળ રાજસ્થાનના અને હાલ ગોવાના મડગાવ ખાતે શ્રી રામ ચેમ્બર ખાતે રહેતી ૧૯ વર્ષીય વિદ્યાર્થીની ચંચળ મુકેશભાઈ ખત્રીએ અમદાવાદ લગ્ન પ્રસંગ હોય ગત ૧૨ મી જાન્યુઆરીના રોજ નાગરકોઈ-ગાંધીધામ એક્સપ્રેસમાં રિઝર્વેશન કરાવ્યું હતું.

ગોવાથી માતા પરમેશ્વરી અને ભાઈ વિશાલ સાથે મેરેજ માણવા ત્રણેય સ્લીપર કોચમાં ૩ બેગ સાથે યાત્રા કરી રહ્યા હતા.
નાગરકોઈન-ગાંધીધામ ટ્રેને અંકલેશ્વર સ્ટેશન પસાર કરતા પેહલા રાતે તેઓ જીછ કોચમાં સુઈ ગયા હતા. વડોદરા સ્ટેશન ૧૩ જાન્યુઆરીએ મળસ્કે આવતા યુવતી ચંચળની આંખ ખુલી ગઈ હતી.

તેને પોતાના સ્લીપર કોચમાં સીટ નીચે જાેતા, અમેરિકન ટુરિસ્ટ સહિતની ૮૦૦૦ રૂપિયાની કિંમતની ૩ બેગ ગાયબ હતી.વિદ્યાર્થીનીએ માતા અને ભાઈને જગાડી સમગ્ર કોચમાં બેગની તપાસ કરતા મળી આવી ન હતી. બનાવની જાણ અન્ય મુસાફરો, કોચ એટેન્ડન્ટ અને રનિંગ સ્ટાફને થતા તેઓ પણ દોડી આવી શોધખોળ કરતા બેગો મળી આવી ન હતી.

ગોવાની વિદ્યાર્થીની એ આ અંગે ભરૂચ રેલવે પોલીસ મથકે રૂપિયા ૩.૮૯ લાખના સોના, ચાંદીના દાગીના, રોકડા, કપડાં ભરેલી ૩ બેગની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.બેગમાં ૭ તોલા સોનાના અને ૨૮ તોલા ચાંદીના દાગીનાઓ હતા. રેલવે પોલીસે સ્ટેશન ઉપર લગાવેલા ઝ્રઝ્ર્‌ફ અને ટ્રેનમાં મુસાફરી કરતા અન્ય મુસાફરોની હરક્તના આધારે તસ્કરોને શોધવા કવાયત હાથધરી છે.

ત્રણ બેગમા રહેલા આભુષણો અને પરિધાન વગર જ માણવા પડ્યા લગ્ન. સોનાની ૩ ચેન,૨ પેન્ડલ,કાનની બુટ્ટી, બંગડીઓ,ચાંદીના પાયલ બે જાેડ,ચાંદીની રિંગ,૩ જુડા,ચાંદીની વીંટી, બ્રેસલેટ,૪ જાેડી પંજાબી ડ્રેસ,૨ ગાઉન,૮ જાેડી પેન્ટ-શર્ટ,૮ જેકેટ,૨ જાેડ લેંઘા,૫ જીન્સ અને ૫ સાડી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.