ગ્રાહકો છેતરપીંડીની સીધી ફરીયાદ હેલ્પલાઈન કે ઈ-મેઈલથી કરી શકશે
નવા ‘ગુજરાત મોડેલ’ અંતર્ગત ગ્રાહકલક્ષી કાયદાનુૃ રક્ષણ અપાશે
(એજન્સી) ગાંધીનગર, સમગ્ર અર્થતંત્રને ધબકતું રાખનારા ગ્રાહક પૈસા ખર્ચીને પણ ચીજવસ્તુ ખરીદે છતાં તેની સાથે અનેક સ્થળોએ છેતરપીંડી થતી હોય છે ત્યારે તોલમાપ વિભાગ દ્વાા ખાસ હેલ્પ લાઈન અને ઈ-મેઈલ જાહેર કરાયા છે. જેની ઉપર તે પોતાની ફરીયાદ કરી શકે છે.
તે સાથે વ્યાપારીઓ-ઉત્પાદકોમાં પણ સેમિનાર થકી કાયદાઓ -નિયમોની જાણકારી અપાઈ રહી છે. આ નવા પ્રયોગને ગ્રાહકોને છેતરતી વિવિધ પધ્ધતિ બદલવા સામેનુૃં ગુજરાત મોડેલ’ વિભાગ દ્વારા બનાવાયુ છે.
રાજ્યમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ ર૦૧૯ અન્વયે હવેેે ગ્રાહકો સાથે છેતરપીંડી કરનારા કોઈપણ લોકો સામે કડક પગલાં લેવામાં આવશે અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના મંત્રી નરેશ પટેલ અને સચિવ મોહમ્મદ શાહિદ દ્વારા આ માટે સમગ્ર આયોજન કરાયુ છે. ગ્રાહકની ફરીયાદ માટે હેલ્પ લાઈન નંબર ૦૭૯-ર૩રપપ૭૦૦ અને મેઈલ આઈડી તોલમાપ-અહેમ.એટ ગુજરાત ડોટ ગર્વર્મેન્ટ ડોટ ઈન પણ જાહર કરાયુ છે.
કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરીના નિયામકના અધિકારી-કર્મચારીઓ દ્વારા પ્રિલીટીગેશનની કામગીરી પણ તેમાં કરવામાં આવશે. તે સાથે ગ્રાહકોને કાયદા અન્વયે માર્ગદૃશન અને સહાય પણ આપવામાં આવશે. તેમ છતાં જાે ફરીયાદનુ નિવારણ ન થાય તો ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કરાય છે. ગ્રાહકો ગાંધીનગર ખાતે કર્મયોગી ભવનને પણ તેમની ફરીયાદ મોકલી શકે છે.
ગ્રાહકોને તે જે માલ-ઉત્પાદન કે સેવા ખરીદે તે જાે જીવન કે મિલકતને જાેખમકારક હોય તો તેની સામે રક્ષણ મેળવવાનો અધિકાર છે તે સાથે સેવાની ગુણવત્તા, ક્ષમતા, ધોરણ અને કિંમતની જાણકારી, અન્યાયી વેપાર નીતિ, ગ્રાહકોના અનૈતિક શોષણ સામે નિવારણ માંગવાનો અધિકાર છે.