કિમ શર્માએ બોયફ્રેન્ડ લિયેન્ડર પેસ સાથે બર્થડે મનાવ્યો
મુંબઈ, બોલીવુડની ‘મોહબ્બતેં’ જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ કિમ શર્માએ ૨૧ જાન્યુઆરીએ પોતાનો ૪૨માં બર્થડે મનાવ્યો છે. પોતાનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે કિમ શર્મા પોતાના વર્તમાન બોયફ્રેન્ડ અને પૂર્વ ટેનિસ કેલાડી લિયેન્ડર પેસ સાથે બહામાસ ગઇ હતી.
કિમ શર્માએ બહામાસના પોતાના કેટલાક હોટ ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટામાં એક્ટ્રેસ બિકિની પહેરીને મસ્તીના મૂડમાં જાેવા મળી રહી છે. કિમ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બે ફોટો શેર કર્યા છે. જેમાં એ પ્રિન્ટેડ બિકિનીમાં દરિયા કિનારે બેઠેલી જાેવા મળી રહી છે.
એક્ટ્રેસે પોસ્ટમાં લખ્યું છે- ૨૦૨૨ માટે મૂડ. સ્વર્ગમાં મારા સૌથી સારા વ્યક્તિ સાથે સૌથી સારો દિવસ. કિમ શર્માએ પોસ્ટમાં લિયેન્ડર પેસને ટેગ કરતાં લખ્યું છે કે આ ફોટો ટેનિસ પ્લેયરે ક્લીક કર્યા છે. લિયેન્ડર પેસે બે દિવસ પહેલા વર્તમાન ગર્લફ્રેન્ડ કિમ શર્માના જન્મદિવસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ૩ ફોટા શેર કર્યા હતા.
લિયેન્ડર પેસે ફોટા સાથે કિમ શર્માને બર્થડેની શુભકામનાઓ આપી હતી. કિમ શર્માએ ગત વર્ષે ૨૦૨૧ સપ્ટેમ્બરમાં લિયેન્ડર પેસ સાથેના સંબંધને જાહેરમાં સ્વીકાર્યો હતો. કિમ શર્માએ પોતાના કેરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. ૨૦૦૦માં આવેલી ફિલ્મ મોહબ્બતેંથી કિમ શર્માએ બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. એ પછી અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.
કિમ શર્માએ ૨૦૧૦માં બિઝનેસમેન અલી પુંજાની સાથે લગ્ન કર્યા હતા પરંતુ ૬ વર્ષ પછી બંને અલગ થયા હતા. એ પછી કિમ શર્મા લિયેન્ડર પેસના પ્રેમમાં પડી હતી. લિયેન્ડર પેસ કિમ શર્મા પહેલા સંજય દત્તની પૂર્વ પત્ની અને મોડલ રિયા પિલ્લઇ સાથે પ્રેમસંબંધમાં હતો. તેઓને એક પુત્રી પણ છે.SSS