આ વર્ષે શિયાળુ સત્ર નવા સંસદ ભવનમાં યોજાશેઃ હરદીપ પુરી

નવીદિલ્હી, કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ રવિવારે કહ્યું કે, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો પહેલો તબક્કો પૂરો થઈ ગયો છે. હવે દેશ નવા સંસદનું નિર્માણકાર્ય પૂરું કરવા જઈ રહ્યો છે. આ વર્ષે ઓક્ટોબરમાં તે કામ પૂરું થઈ જવાની આશા છે.
એક અંગ્રેજી ચેનલ સાથે વાત કરતા પુરીએ કહ્યું કે, નવા સંસદ ભવનનું કામ નક્કી સમયમાં પૂરું થઈ જશે. આ સાથે અમને આશા છે કે, આ વર્ષના શિયાળુ સત્રનું આયોજન પણ નવા ભવનમાં જ થશે.
આ પ્રોજેક્ટનો પહેલો તબક્કો સેન્ટ્રલ એવન્યૂ કે રાજપથના પુનર્વિકાસ કામમાં આવેલા પડકારો છતાં ૧૧ મહિનામાં પૂરો થઈ ગયો. આપણા કામદારો કોરોના અને શિયાળાની કઠિન સ્થિતિમાં આ કામ પાર પાડી રહ્યા છે.HS