અયોધ્યામાં ટ્રેન ઉથલાવવાનું કાવતરું, પાટા પરથી ૬ બોલ્ટ ગાયબ

અયોધ્યા, વિધાનસભા ચૂંટણી દરમિયાન અને ગણતંત્ર દિવસ પહેલા ભગવાન રામની નગરી અયોધ્યામાં એક મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જ્યાં રેલ બ્રિજના ત્રણ હુક્સ અને ત્રણ બોલ્ટ રાતોરાત ખોલી દેવામાં આવ્યા હતા. આ બોલ્ટ બ્રિજ સાથે ટ્રેકને જાેડવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
જલ્પા નાળા પર રેલ્વે બ્રિજ નંબર ૨૯૭ પર ટ્રેકને જાેડવા માટે ત્રણ હૂક બોલ્ટ અને ત્રણ આઉટર બોલ્ટ ગાયબ થતા સમગ્ર રેલ્વે વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. રવિવારે સવારે રેલવે કર્મચારીઓની નજર પડી ત્યાં સુધીમાં ત્રણ મોટી ટ્રેન આ બ્રિજ પરથી આડેધડ પસાર થઈ ગઈ હતી. આ ઘટનાથી રેલવે અધિકારીઓ પણ ચોંકી ગયા છે. જાેકે, આ સ્પેરપાર્ટ્સને દૂર કરવાથી, હાઇ સ્પીડ ટ્રેનના પાટા પરથી ઉતરી જવાનું જાેખમ ઘણું વધી જાય છે.
ટ્રેક પરથી નટ બોલ્ટ નિકાળવાની આ ઘટનાને પગલે રેલવે વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને આ અંગે કેસ પણ નોંધવામાં આવ્યો છે. આ ષડયંત્રનું રહસ્ય જાણવા લખનઉ ડીઆરએમ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. જાે વધુ બે કે ત્રણ બોલ્ટ ગુમ થઈ ગયા હોત તો ટ્રેન પલટી ગઈ હોત. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તરત જ ટ્રેકનું સમારકામ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર મામલાના ખુલાસા બાદ આરપીએફે બોલ્ટ ચોરીનો કેસ નોંધ્યો છે. તો બીજી તરફ, ઇન્ડીયન રેલવે (Indian Railway)એ તેની પાછળ કોઈ ઊંડું ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે.
મામલો મળતાની સાથે જ એસએસઇએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. એસએસઈના જણાવ્યા અનુસાર રેલ બ્રિજ પર કોઈ સરળતાથી બોલ્ટ ખોલી શકતું નથી. તેઓ રેન્ચ અને અન્ય સાધનોની મદદથી ઘણા પ્રયત્નો પછી ખોલી શકાય છે. તેથી આ ઘટનાને સામાન્ય ચોરી ગણી શકાય નહીં.HS