આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ માતા પિતા બનશે

મુંબઈ, આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. આદિત્યએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના મેટરનિટી શૂટની એક તસવીર શેર કરી છે જેમાં તેની પત્ની ક્રોપ ટોપમાં બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી છે.આદિત્યએ સોશિયલ મીડિયા પર લખ્યું, શ્વેતા અને હું તમારા બધાના આશીર્વાદ સાથે ખૂબ જ જલ્દી અમારા પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ.
આદિત્ય અને શ્વેતાએ ફિલ્મ શાપિત (૨૦૧૦)માં સાથે કામ કર્યું હતું. અહીંથી બંને નજીક આવ્યા. આદિત્ય અને શ્વેતાએ લગભગ ૧૦ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા, ત્યારબાદ તેઓ ૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ લગ્નના બંધનમાં બંધાયા. બંનેએ મુંબઈના ઈસ્કોન મંદિરમાં પરિવાર અને કેટલાક નજીકના મિત્રો વચ્ચે લગ્ન કર્યા હતા.HS