જે જિન્નાથી કરે પ્યાર, તે પાક.થી કઈ રીતે કરે ઈનકાર: પાત્રા

લખનૌ, યુપી વિધાનસભા ચૂંટણીમાં ફરી એક વખત જિન્નાનો મુદ્દો ઉછળ્યો છે. આજે ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર પ્રહારો કરતા કહ્યુ હતુ કે, હું પૂછવા માંગુ છે કે, જે કાશ્મીરી ભાઈ બહેનો પાકિસ્તાન દ્વારા મોકલાયેલા આતંકીઓના હાથે માર્યા જાય છે તે ભારતીય નથી? અખિલેશ યાદવ કહે છે કે, પાકિસ્તાન ભારતનુ અસલી દુશ્મન નથી પણ ભાજપ દ્વારા વોટબેન્કની રાજનીતિ માટે પાકિસ્તાને ભારતનુ દુશ્મન ગણાવાય છે.
પાત્રાએ આ નિવેદને આગળ ધરીને કહ્યુ હતુ કે, જે જિન્ના સે કરે પ્યાર..વો પાકિસ્તાન સે કેસે કરે ઈનકાર… જે લોકો જિન્નાનુ નામ લઈને ચૂંટણી જંગમાં ઉતર્યા હતા તે આજે પાકિસ્તાન સુધી પહોંચી ગયા છે.યોગી આદિત્યનાથ અને મોદીજી આયે યુપીના સ્થાપના દિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે ત્યારે અખિલેશ યાદવ પાકિસ્તાન રાગ આલાપી રહ્યા છે.
તેમણએ કહ્યુ હતુ કે, જાે યાકૂબ મેમણને ફાંસી ના થઈ હોત તો અખિલેશ તેને પણ ઉમેદવાર તરીકે ઉતારત અને અજમલ કસાબને સ્ટાર પ્રચારક બનાવત.આતંકીઓને છોડાવવા માટે ભૂતકાળમાં અખિલેશ પ્રયાસો કરી ચુકયા છે.મને ખભર છે કે, ૧૦ માર્ચે અખિલેશ એવુ જ કહેશે કે ઈવીએમ ખરાબ હતુ એટલે અમે હારી ગયા.SSS