રસી આપવાના મુદ્દે આશા વર્કર-એએનએમ વચ્ચે લડાઈ

પટના, બિહારમાં લાંચખોરી એટલી ચરમસીમાએ છે કે, હવે સરકારી કર્મચારીઓ જ અંદરોઅંદર લડવા લાગ્યા છે. તાજેતરની ઘટના જમુઈ જિલ્લાના લક્ષ્મીપુર પ્રખંડ સ્થિત રેફરલ હોસ્પિટલની છે. એક નવજાત બાળકને બીસીજી વેક્સિન અપાવવાને લઈ આશા વર્કર અને એએનએમ વચ્ચે મારપીટ થઈ ગઈ હતી. હોસ્પિટલમાં જ બંને મહિલાઓ વચ્ચેની મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જિલ્લાના લક્ષ્મીપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં રવિવારે એક બાળકનો જન્મ થયો હતો. આશા વર્કર રિંટૂ કુમારી પ્રસૂતાને સાથે લઈને બાળકને બીસીજી વેક્સિન અપાવવા માટે જ્યારે એએનએમ (નર્સ) રંજના કુમારી પાસે પહોંચી તો તેણે કથિત રીતે વેક્સિનના બદલામાં ૫૦૦ રૂપિયા માગ્યા. જ્યારે બાળકના પરિવારજનોએ રૂપિયા ન આપ્યા તો એએનએમ દ્વારા તેમના સાથે કથિત દુર્વ્યવહાર કરવામાં આવ્યો.
આ વાતને લઈ આશા વર્કર રિંટૂ કુમારી અને એએનએમ રંજના કુમારી વચ્ચે પહેલા વિવાદ થયો અને બાદમાં વાત મારપીટ સુધી પહોંચી ગઈ. વીડિયોમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે, હોસ્પિટલ પરિસરમાં જ બંને મારપીટ કરી રહ્યા છે. ત્યારે બાજુમાં ઉભેલા એક યુવાને મારપીટનો વીડિયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આ ઘટના અંગે જાણ થયા બાદ હોસ્પિટલના પદાધિકારીઓએ તપાસ આરંભી છે.
૨૯ સેકન્ડના આ વીડિયોમાં જાેઈ શકાય છે કે, બંને મહિલાઓ જ્યારે અંદરોઅંદર મારપીટ કરી રહી હોય છે અને એકબીજાના વાળ ખેંચી રહી હોય છે ત્યારે એક વ્યક્તિ તેમને અલગ પાડવા પ્રયત્ન કરે છે.
સફેદ સ્વેટર પહેરેલી મહિલા અન્ય મહિલાને ઉપરાઉપરી તમાચા મારી રહી છે. તે સિવાય તેણે ચંપલ ઉઠાવીને પણ મારપીટ કરી હતી.SSS