શહેરના કોટ વિસ્તારમાં પરંપરાગત વ્યવસાયમાં ધરાકી ઘટતા વેપારીઓ પરેશાન
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, શહેરી વિસ્તારમાં આવેલા વર્ષો જૂના અને પરંપરાગત વ્યવસાય સાથે સકળાયેલા અનેક વેપારીઓ ધંધા-વ્યવસાયને અસર થતાં તેમના કામધંધા બદલી રહ્યા છે. અગર તો દુકાનો વેચીને અન્યત્ર જઈ રહ્યા છે. ખાસ કરીને શહેરના કોટ વિસ્તારમાં આવલા વાસણબજારમાં પાછલા કેટલાંક સમયથી આ પ્રકારનુૃં ચિત્ર જાેવા મળી રહ્યુ છે.
જૂના જાેગીઓ મનાતા ધંધાદારીઓએ પોતાનો વ્યવસાય બદલીને કિસ્મત અજમાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સરકારના નિયંત્રણોને કારણે નવા વ્યવસાયમાં પણ ફટકો પડી રહ્યાની ફરીયાદ ઉઠી રહી છે. પાછલા કેટલાંક વર્ષોથી ઓનલાઈન ખરીદીનો ટ્રેન્ડ ઉભો થયો છે. યુવા પેઢી તો ઓનલાઈન ખરીદી કરી રહી છે. તેથી શહેરી વિસ્તારમાં ખરીદી માટે પ્રમાણમાં તેઓ ઓછા નજરે પડે છે.
વળી, મોલ્સમાંથી બ્રાંડેડ ચીજવસ્તુઓની ખરીદીનો આગ્રહ રાખનારા પરંપરાગત ખરીદી માટે શહેરી વિસ્તારોમાં આવતા નથી. પરા વિસ્તારમાં નવી દુકાનો- શો રૂમ ખુલી ગયા હોવાથી છેક શહેર સુધી કોઈ લાંબુ થતુ નથી.
ખાસ કરીને શહેરી વિસ્તારમાં પાર્કિંગનો પ્રશ્ન વિશેષ હોવાથી ખરીદી કરનાર આવવાનું ટાળી રહ્યા છે તેમ સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે. ઓવરઓલ ચિત્ર સારૂ હોવા છતાં પરંપરાગત વ્યવસાયને ફટકો પડી રહ્યો છે. વાસણ બજારમાં તો કેટલાંક વેપારીઓએ દુકાનો જ વેચી નાંખી છે અગર તો ધંધા-વ્યવસાયને બદલી નાંખ્યો છે.
ઓનલાઈન ખરીદી, પરા વિસ્તારમાં શરૂ થયેલ નવી દુકનો, તથા શહેરી વિસ્તારની કેટલીક સમસ્યાઓને કારણે પરંપરાગત વ્યવસાયને અસર થતાં વેપારીઓ કાં તો દુકાનો વેચી રહ્યા છે. અન્યથા વ્યવસાયને બદલીને અસ્તિત્વ ટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છેે. પરંતુ કોરોનાને લીધે પાછલા બે વર્ષમાં ચિત્ર પલટાયુ છે. મોટાભાગના અર્થાત બે-ચાર વ્યવસાયોને બાદ કરતાં તમામ ધંધાર્થીઓને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.