Western Times News

Gujarati News

મહિલાએ પતિના અત્યાચારોથી ત્રાસીને પોલીસ ફરિયાદ કરી

પ્રતિકાત્મક

અમદાવાદ, શહેરના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઈટમાં આવેલી એક સોસાયટીમાં રહેતી પરિણીતાએ પતિ સામે માનસિક અને શારીરિક ત્રાસ આપવા અંગે ફરિયાદ નોંધાવી છે. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પરિણીતાએ એમ પણ જણાવ્યું છે કે તેના પતિ દ્વારા સ્પામાં કામ કરતી યુવતીનો નંબર માય લાઈફ લાઈન નામથી ફોનમાં સેવ કર્યો હતો.

પોશ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષની પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના લગ્ન વર્ષ ૨૦૧૭માં ગૌરવ સાખરવાટે કર્યા હતા. મૂળ નાગપુરની પરિણીતાએ પોતાના પતિની કરતૂતો વિશે જણાવ્યું છે કે, તેનો પતિ પીજીના ધંધાની આડમાં લફરાબાજી કરતો હતો અને દારુ તથા જુગાર રમીને અત્યાચાર ગુજારતો હતો.

પરિણીતા લગ્ન કર્યાના ત્રણ મહિનામાં જ પ્રગનેન્ટ થઈ ગઈ હતી, આવામાં પતિએ રસોઈ સારી ના બની હોવાનું કહીને પાંચમા મહિને તેના પેટ પર લાત મારી હતી. પ્રેગનેન્સીમાં પતિએ પેટ પર લાત મારતા પરિણીતાએ તાત્કાલિક સેટેલાઈટની ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. આમ છતાં તેનું લગ્ન જીવન તૂટે નહીં તે માટે તે બહું સહન કરતી રહી હતી. પતિના અન્ય મહિલા સાથેના રંગીન સંબંધ અને અવળા કામોના લીધે પત્ની કંટાળી હતી.

આવામાં પત્ની એકવાર જાેયું કે તેના પતિએ પોતાના મોબાઈલ ફોનમાં સ્પાવાળી યુવતીનો નંબર ‘માય લાઈફ લાઈન’ કરીને સેવ કર્યો હતો. આ જાેઈને પત્નીને ઝાટકો લાગ્યો કે પોતાનો પતિ પોતાની સાથે દુરવ્યવહાર કરે છે અને અન્ય બહારની મહિલાને પત્નીની જેમ સાચવે છે. જ્યારે પરિણીતાએ અંગે પતિ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો પતિએ ગુસ્સે થઈને તેને માર માર્યો હતો.

અગાઉ પતિએ સરખેજમાં ફ્લેટ ખરીદવા ૧૦ લાખ રૂપિયા દહેજની માગણી કરી હતી. જેની સામે પરિણીતાના પિતાએ ૩ લાખ રૂપિયા આપ્યા હતા. જેના ઉપયોગથી પતિએ ડાઉન પેમેન્ટ ભર્યું હતું. બન્નેનો ત્રણ વર્ષનો દીકરો હોવા છતાં પતિ દ્વારા પત્ની પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો, જેનાથી કંટાળીને પરિણીતાએ મહિલા હેલ્પ લાઈનમાં ફોન કરતા સેટલાઈટ પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પરિણીતાએ નોંધાવેલી દહેજ અને માનસિક-શારીરિક અત્યાચારની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.