Western Times News

Gujarati News

લોકપ્રિય ફૂડચેન ફૂડ મોહલ્લાનું રાજપીપળા ખાતે આગમન

રાજપીપળા:  ફૂડ મોહલ્લા એ એક અનોખું ફાસ્ટ ફૂડ ફોર્મેટ છે જે 2017 માં નવસારી ખાતે શરૂ થયું હતું,જેની ગુજરાતમાં અત્યારે અમે 96+ મોહલ્લાઓ સાથે 55+ શહેરોમાં હાજર છીએ અને  5 રાજ્યોમાં ઉપસ્થિતિ છે.

જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, મધ્યપ્રદેશ અને દાદા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ સાથે સમગ્ર ભારતમાં અમારા 99મા મોહલ્લાની રાજપીપળા ખાતે ગર્વથી જાહેરાત કરી રહ્યા છીએ. શ્રી ભાવિક વસાવા રાજપીપળા ખાતે આ ફ્રેન્ચાઈઝ યુનિટનું નેતૃત્વ કરી રહ્યા છે..

શ્રી હરેશ આલ્વા ફૂડ મોહલ્લા બ્રાન્ડ માટે CEO તરીકે કામ કરે છે. જેઓ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, ફૂડ મોહલ્લા એ 2017 માં નવસારી, ગુજરાત ખાતે શરૂ થયેલ એક અનન્ય કાફે ફોર્મેટ છે. અમને ગર્વથી આ ફૂડ મોહલ્લાની ઘોષણા કરી રહ્યા છીએ કારણ કે સમગ્ર ભારતભરમાં અમારું 99મું આઉટલેટ રાજપીપળા એ ગુજરાતનું એક પર્યટન સ્થળ પર શરુ કર્યું,

જે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઑફ યુનિટી” ની ખૂબ નજીક  છે.આ સ્તરે પહોંચવા માટે અમે અમારા તમામ રોકાણકારો, ફ્રેન્ચાઇઝીઓ, સમર્થકો, શુભેચ્છકો અને અમારી ટીમના આભારી છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.