સ્વતંત્રતાની મુક્ત આબોહવામાં લહેરાતો તિરંગો શું સંદેશો આપે છે?!
ભારતની સુપ્રીમકોર્ટના જસ્ટીસ એન.વી.રમના અને અન્ય ન્યાયાધીશોએ પોતાની બંધારણીય ફરજ અદા કરી લોકોની આઝાદીને સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે તો બીજી તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંદેશો આપતા લોકોને પોતાની ફરજ અદા કરવા પર ભાર મૂકીને હવે પછીના ૨૫ વર્ષ ને પરિશ્રમ સાદગી બલિદાન અને તપસ્યાના ગણાવ્યા!!
તસ્વીર ભારતની સુપ્રીમ કોર્ટની છે તસ્વીર ડાબી બાજુથી ઈન્સેટ તસવીર ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમનાની છે બીજી તસવીર ગુજરાત હાઈકોર્ટની છે તો ત્યાર પછી ની બાજુ ની તસ્વીર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી અરવિંદકુમાર ની છે ભારતને અડધી રાત્રે આઝાદી મળી છે
પરંતુ તેનો સૂર્યોદય થયો નથી! ત્યારે નાગરિક સ્વાતંત્ર્ય અને આઝાદીને ભારતની ધરતી પર જીવંત રાખવાનો યશ પ્રથમ નિષ્પક્ષ અને નીડર ન્યાયતંત્રને આભારી છે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નેહરૂ, અબુલ કલામ આઝાદ, ડોક્ટર ભીમરાવ આંબેડકર, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જેવા અનેક મહાનુભાવે દેશને આદર્શ બંધારણ આપ્યું,
પણ એ આદર્શને હકીકતમાં બદલવા નો પ્રમાણિક પ્રયત્ન ભારતના ન્યાયાધીશોએ કર્યો છે!! કારણ કે ન્યાયતંત્રે ફક્ત સલાહ નથી આપી પણ બંધારણનુ નેતૃત્વ કર્યું છે અને તેને સુરક્ષા કવચ પૂરું પડ્યું છે ૨૬મી જાન્યુઆરી એ દરેક નેતાઓ પોતાના સુંદર અને ભાવનાત્મક શબ્દો સાથે શ્રેષ્ઠ સંદેશો તો આપશે
પણ દેશના લોકોના માનવ અધિકારની રક્ષા કરવાની ભૂમિકા તો દેશનું મુકત અને સ્વતંત્ર ન્યાયતંત્ર જ કરતું આવ્યું છે તસવીરમાં લહેરાતો રાષ્ટ્રધ્વજ તેનો આ બોલતો પુરાવો છે!! જ્યારે તેની નીચેની તસવીર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની છે
જ્યારે બાજુ ની તસ્વીર રાજસ્થાન ખાતે આવેલ બ્રહ્માકુમારી ની સંસ્થાના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય ની છે જ્યાંથી વિધિવત આઝાદીના અમૃત મહોત્સવ થી સ્વર્ણિમ ભારત તરફના અભિયાનની શરૂઆત કરે છે આ પ્રસંગે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ આપણી પ્રગતિ રાષ્ટ્રની પ્રગતિને કારણે છે
તેમ જણાવવાની તેમણે ‘સબકા સાથ સબકા વિકાસ અને સબકા પ્રયાસ’ ના સૂત્ર અને દેશના મૂળમંત્ર તરીકે લેખાયુ! પરંતુ જાે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જેના પર વારંવાર ભાર મૂક્યો હતો એ બાબત એ હતી કે ‘દેશના લોકોએ પોતાની ફરજ ની બાબત હતી’ શ્રી નરેન્દ્રભાઈએ આઝાદીના ૭૫ વર્ષ માં ફરજ વિમુખ આપણે બનાવવાની બાબતને ગંભીરતાથી લીધી હતી
અને કહ્યું હતું કે લોકો પોતાની ફરજાેને સંપૂર્ણપણે ભૂલી ગયા હોવાથી ભારત દેશ નબળો દેશ રહ્યો છે! અને આગામી ૨૫ વર્ષને સખત પરિશ્રમ, બલિદાન, સાદગી અને તપસ્યાના ગણાવ્યા હતા તો આ તબક્કે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોકભાઈ ગેહલોતે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે
‘વસુધેંવ કુટુંબકમ’ ની ભાવના સાથે આપણો દેશ રહ્યો છે શાંતિ, અહિંસા, એકતા અને સોહાર્દ અને મુખ્ય સૂત્ર જણાવ્યું હતું કે વિશ્વવિખ્યાત બ્રહ્માકુમારી ની સંસ્થાનું અભિયાન સંવેદનાત્મક સત્ય સાથે જાેડાઈ આગળ વધશે તો તેનું શ્રેષ્ઠ પરિણામ દેખાશે એવું માની શકાય!
છેલ્લી તસવીર રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોકભાઈ ગેહલોત તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની છે જ્યારે છેલ્લી તસવીર બ્રહ્માકુમારી સંસ્થા ના સંયુક્ત મુખ્ય પ્રસાસિકા રાજયોગીની બી.કે.મોહીની દીદીએ પણ અધ્યાત્મિક સાથે કર્મશીલ તેનો સંદેશો આપ્યો હતો (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
આઝાદીના અમૃત મહોત્સવથી સ્વર્ણિમ ભારત તરફના અભિયાનની શરૂઆત બ્રહ્માકુમારીની સંસ્થાએ હાથ ધરી!
અમેરિકાના મહાન વિચારક પ્લેટોએ સરસ કહ્યું છે કે ‘‘જ્યાં સુધી ફિલસૂફો સરકાર ચલાવતા ન થાય ત્યાં સુધી માણસના દુઃખોનો અંત આવવાનો નથી’’!! જ્યારે અમેરિકાના વિખ્યાત પ્રમુખ અબ્રાહમ લિંકને કહ્યું હતું કે ‘‘એક માણસ ની સંમતિ વગર તેની પર શાસન કરવાનો અધિકાર બીજા કોઈ માણસને ક્યારેય ન હોઈ શકે’’!!
ભારતે ૧૯૪૭ માં આઝાદી મેળવી અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતમાં પોતાનું આગવું અને સાર્વભૌમત્વ બંધારણ કાર્યરત થયું ત્યારથી આજદિન સુધી ભારતના લોકોની આઝાદી, સ્વતંત્રતા, માનવ અધિકારોની રક્ષા કરતા કરતા સરકારોને, અધિકારીઓને કર્તવ્યધર્મ અદા કરવા માટેના અને દરેકને પોતાની પ્રમાણિક ફરજ બજાવવા જાે કોઈએ શ્રેષ્ઠ કામ કર્યું હોય તો એ ભારતનું સર્વોપરી ન્યાયતંત્ર છે
આ બધા સત્ય હકીકત વચ્ચે આઝાદીના અમૃત મહોત્સવ થી સ્વર્ણિમ ભારત તરફ ના અભિયાનની બ્રહ્માકુમારી સંસ્થા ના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય તરફથી આ મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરાયું છે ત્યારે ન્યાયતંત્ર ની ભૂમિકા અને નેતાઓના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરવાનો પણ ભારતના લોકો માટે આ અવસર છે!
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોકભાઈ ગેહલોતે કહ્યું છે કે શાંતિ, અહિંસા, એકતા અને સૌહાર્દ સૂત્ર છે જ્યારે બ્રહ્માકુમારી સંસ્થાના સંયુક્ત મુખ્ય પ્રસાશીકા રાજયોગીની બી.કે.મોહિની દીદીએ જીવનમૂલ્યો ના વિકાસ માટે સાથે મળીને કામ કરવા અનુરોધ કર્યો!!