ડેટિંગની ખબર સાંભળી હું અને ઝહીર હસ્યા હતા: સોનાક્ષી
મુંબઈ, સોનાક્ષી સિન્હા બોલિવુડ ઈન્ડસ્ટ્રીની બિંદાસ હીરોઈનોમાંથી એક છે. તે નિખાલસ છે અને દરેકને કટાક્ષમાં વળતો જવાબ આપવામાં માને છે. દબંગથી બોલિવુડમાં ડેબ્યૂ કરનારી સોનાક્ષી સિન્હાએ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે આસ્ક મી એનીથિંગ સેશન કર્યું હતું સોનાક્ષી સિન્હાએ એક સેલ્ફી શેર કરી હતી, જેમાં તે સોફા પર ઉંઘતી જાેવા મળી હતી. આ સાથે તેણે ફેન્સને કહ્યું હતું ‘વીકએન્ડમાં કાઉચ પર બેસીને માર્વેલ મૂવી ફરીથી જાેઈ.
આ વીકએન્ડમાં તમે શું કહ્યું? સોનાક્ષીએ તેના ટેલિવિઝન સેટની ક્લિપ પણ શેર કરી હતી અને લખ્યું હતું હાલ મૂવી નં ૫ જાેઈ રહી છું. હવે થોરનો વારો છે. આ બાદ સોનાક્ષી સિન્હાએ ફેન્સના કેટલાક સવાલના જવાબ પણ આપ્યા. એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં એક બાદ એક સેલેબ્સ લગ્ન કરી રહ્યા છે, ત્યારે એક ફેને સવાલ કર્યો હતો કે ‘મેડમ દરેક લગ્ન કરી રહ્યા છે.
તમે ક્યારે લગ્ન કરશો? જેના જવાબમાં એક્ટ્રેસે લખ્યું હતું દરેકને કોરોના પણ થઈ રહ્યો છે? તો શું મારે પણ સંક્રમિત થવું જાેઈએ. એક ફેને ફરિયાદ કરતાં તેમ પણ લખ્યું હતું તમે ખૂબ ખરાબ રીતે જવાબ આપી રહ્યા છો. જેના જવાબમાં એક્ટ્રેસે લખ્યું હતું ના હું નથી આપી રહી. તમે તેને રમૂજી અથવા સેન્સ ઓફ હ્યુમર દેખાડવા માટે કટાક્ષનો ઉપયોગ કહી શકો.
તે બરાબર છે. કેટલાક લોકોને તે સમજમાં આવતું નથી. તમે પણ તેમાંથી એક છો. સોનાક્ષી સિન્હાએ તેને લગ્ન કરવાની ઉતાવળ ન હોવાનું સ્પષ્ટ કરી દીધું છે. જાે કે, એક્ટર ઝહીર ઈકબાલ સાથેની તેની ડેટિંગની અફવા ઉડતી રહે છે. અગાઉ વાતચીત કરતા સોનાક્ષી સિન્હાએ આ વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘ઝહીર મારો બેસ્ટ ફ્રેન્ડ છે. અમે આ સમાચાર પર ખૂબ હસ્યા હતા કારણ કે તે ફની હતા. અમે ફિલ્મ ડબલ એક્સએલમાં સામે કામ કર્યું છે.
એક્ટર તરીકે તેની પ્રશંસા કરું છું. મારું માનવું છે કે તેણે તેની પહેલી ફિલ્મ નોટબૂકમાં સારુ કામ કર્યું હતું. ફિલ્મ ડબલ એક્સએલમાં તેનું પાત્ર ડેબ્યૂ ફિલ્મ કરતા સાવ અલગ છે. તે ટેલેન્ટેડ છે. જ્યારે ઝહીરને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, ‘સોનાક્ષી મારા ખાસ મિત્રોમાંથી એક છે.
અચાનકથી આવી અફવા ક્યાંથી શરૂ થઈ તેની મને ખબર નથી. અમે ઘણા વર્ષોથી સારે ફરીએ છીએ. અમે લાંબા સમયથી મિત્રો છીએ’. વર્ક ફ્રંટની વાત કરીએ તો, સોનાક્ષી સિન્હા ઝહીર ઈકબાલ અને હુમા કુરેશી સાથે ફિલ્મ ‘ડબલ એક્સએલ’માં જાેવા મળશે.SSS