ભારતી સિંહનું બેબી શાવર પનવેલ ફાર્મહાઉસમાં થશે
મુંબઈ, ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા તેમના પહેલા બાળકને આવકારવા માટે આતુર છે. કપલ, જે હાલ શો હુનરબાઝ હોસ્ટ કરી રહ્યું છે તે તેમના શોના પ્રમોશન માટે બિગ બોસ ૧૫ના સેટ પર પહોંચ્યું હતું. બંનેએ આ દરમિયાન શોના હોસ્ટ સલમાન ખાન સાથે સ્ટેજ શેર કર્યું હતું અને પ્રેગ્નેન્સી વિશે પણ જણાવ્યું હતું.
ભારતી સિંહ પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર સાંભળી સલમાન ખાને તેને અભિનંદન પાઠવ્યા હતા. તકનો લાભ લઈને કોમેડિયને તરત જ તેના દિલની ઈચ્છા એક્ટર સમક્ષ મૂકી દીધી હતી. વાત એમ છે કે, ભારતી સિંહે સલમાનને કહ્યું હતું કે ‘સર અમને તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ જાેઈએ છીએ.
આ સિવાય અમને તમારું ફાર્મહાઉસ પણ જાેઈએ છીએ, મારા બેબી શાવર માટે. શું તમે અમને જગ્યા આપશો?. ભારતી સિંહની વાત સાંભળીને સલમાન ખાન હસી પડ્યો હતો અને હસતા-હસતા જ હામાં જવાબ આપ્યો હતો. સલમાને હા પાડતા ભારતી પણ ખુશ થઈ ગઈ હતી અને હર્ષને કહ્યું હતું ‘જાે, મેં તને કહ્યું હતું ને. તેઓ મીઠાઈ ખાશે અને હા પાડી દેશે. તેમણે નાની વાતમાં હા પાડી દીધી.
આટલેથી ન અટકતા ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ સલમાન સમક્ષ વધુ એક માગણી કરી હતી. કપલનું બાળક હજી આવ્યું નથી પરંતુ તેના લોન્ચની ચિંતા તેમને અત્યારથી સતાવી રહી છે. હર્ષે કહ્યું હતું કે ‘અમારે અમારા બાળકને લોન્ચ કરવાની જરૂર પડશે. કરણ જાેહરે તો ના પાડી દીધી.
ભારતીએ કહ્યું હતું કે, કરણ જાેહરે તો અમને અમારા ચહેરા પર જ ના પાડી દીધી. અમે તેમને પૂછ્યું હતું કે, શું તમે અમારા બાળકને લોન્ચ કરશો, તો તેમણે કહ્યું હતું કે ‘ના’. તેથી હવે અમે તમારો સંપર્ક કર્યો છે. શું તમે અમારા બાળકને લોન્ચ કરશો?’. સલમાન આ વાત પણ હસી પડ્યો હતો અને કહ્યું હતું ‘હા, હું તમારા બાળકને લોન્ચ કરીશ’.
અંતમાં ભારતીએ કહ્યું હતું કે, ‘તો એ નક્કી રહ્યું કે, સલમાન ભારતી અને હર્ષના બાળકને લોન્ચ કરશે. જણાવી દઈએ કે, ભારતી સિંહે ડિસેમ્બર મહિનામાં જ તે પ્રેગ્નેન્ટ હોવાના ન્યૂઝ ફેન્સને આપ્યા હતા. ભારતી અને હર્ષના લગ્નને ચાર વર્ષ થઈ ગયા છે અને એપ્રિલમાં તેમને ત્યાં બાળકનો જન્મ થશે.SSS