શહેનાઝ હવે પોતાને પંજાબની કેટરિના કૈફ નથી માનતી
મુંબઈ, શહેનાઝ ગિલ જ્યારે બિગ બોસ ૧૩માં ભાગ લેવા માટે આવી હતી તો તેણે પ્રથમ દિવસે જ સલમાન ખાન સમક્ષ પોતાની ઓળખ પંજાબની કેટરિના કૈફ તરીકે આપી હતી. સલમાન ખાને આખી સીઝન દરમિયાન તેને આ બાબતે ચીડવી પણ હતી. ત્યારપછીથી જ શહેનાઝ ગિલને ફેન્સ પણ પંજાબની કેટરિના કૈફ માનતા હતા.
પરંતુ હવે શહેનાઝ ગિલ પોતાને પંજાબની કેટરિના કૈફ નથી માનતી. તેના મત અનુસાર હવે બીજી કોઈ અભિનેત્રી પંજાબની કેટરિના કૈફ છે. તેણે આ પાછળનું કારણ પણ જણાવ્યું છે. સંગીતકાર અને ઈન્ટરનેટ સ્ટાર યશરાજ મુખાટેએ તાજેતરમાં જ શહેનાઝ ગિલના બિગબોસના એક ડાયલોગ પર રીમિક્સ વીડિયો બનાવ્યો છે. આ વખતે યશરાજે વીડિયોમાં શહેનાઝને પણ શામેલ કરી છે અને તેમણે તેમાં ડાન્સ પણ કર્યો છે.
આ વીડિયોમાં શહેનાઝનો તે ડાયલોગ છે, જેમાં તે આરતી સિંહને કહે છે કે, Such a boring day, such a boring people, કોઈ બાત નહીં કરતા મેરે સે. યશરાજે આ ડાયલોગ પર એક વીડિયો બનાવ્યો છે. આ વીડિયોના શૂટિંગ દરમિયાન શહેનાઝ અને યશરાજ વચ્ચે ઘણી વાતો થઈ હતી.
યશરાજે શહેનાઝ સાથેની વાતચીત પોતાના ફોનમાં રેકોર્ડ કરી હતી અને યૂટ્યુબ ચેનલ પર તેનો વ્લોગ શેર કર્યો છે. આ વીડિયોમાં શહેનાઝ કહે છે કે, જ્યારે હું નાની હતી અને મારી મમ્મા મને પાર્લર લઈ જતી હતી તો બધા કહેતા હતા કે અરે તમારી દીકરી તો કેટરિના કૈફ જેવી લાગે છે.
પરંતુ હવે હું ઈન્ડિયાની શહેનાઝ ગિલ બની ગઈ છું. અને જે કેટરિના કૈફ છે તે પંજાબની કેટરિના કૈફ બની ગઈ છે. શહેનાઝ ગિલ યશરાજને પૂછે છે કે શું તને આ વાત સમજ પડી? ત્યારપછી શહેનાઝ તેને સમજાવે છે કે, કેટરિના કૈફે વિક્કી કૌશલ સાથે લગ્ન કર્યા છે. અને વિકી કૌશલ પંજાબનો છે, તો હવે કેટરિના કૈફ પણ પંજાબની થઈ ગઈ કહેવાય.
આટલુ જ નહીં, વીડિયોમાં તે ઘણી વાતો કરે છે. તે કહે છે કે હું ઘણી સારી સલાહકાર છું. મને ઘણો બધો અનુભવ છે. જીવનને લગતી કોઈ પણ સલાહ હું આપી શકુ છું. કેવી રીતે વાત કરવી છે, કેવો વર્તાવ હોવો જાેઈએ, સેડ હોઈએ ત્યારે શું કરવું જાેઈએ વગેરે વગેરે. વધુમાં શહેનાઝ ગિલે કહ્યું કે, તે અત્યારે ફિલ્મો જાેઈ રહી છે, મેક અપ કરી રહી છે જે તેનું ફેવરિટ કામ છે, આ સિવાય એડ માટે શૂટિંગ કરી રહી છે.
તેને જાે ડિઝની તરફથી ઓફર મળશે તો તે ચોક્કસપણે તે કામ કરવા માંગશે. શહેનાઝ ગિલે પોતાની બોલવાની આદત વિષે પણ વાત કરી. શહેનાઝનો આ વીડિયો જાેઈને તેના ફેન્સ ખુશ થઈ ગયા છે. તેના ફેન્સ કમેન્ટ સેક્શનમાં લખી રહ્યા છે કે, શહેનાઝ ગિલ ઈઝ બેક. તેને ફરીથી હસતી-બોલતી જાેઈને સિડનાઝના ફેન્સ રાજી થઈ ગયા છે.SSS