૪.૬૬ કરોડના હીરા ખરીદી પેમેન્ટ ન કરનાર મુંબઈના ચાર પૈકી એક વેપારીની ધરપકડ
સુરત, સુરતના વરાછા મીની બજારના હીરા વેપારી પાસેથી દલાલ મારફતે રૂ.૪.૬૬ કરોડના હીરા ખરીદી સમયસર પેમેન્ટ નહીં ચૂકવી ઉઘરાણી કરતા હાથ-ટાંટીયા તોડી નાખવાની ધમકી આપનાર મુંબઈના ચાર વેપારી પૈકી એકની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે.
ક્રાઈમબ્રાંચના સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા મીનીબજાર સ્થિત કપૂરવાડીમાં ઓફીસ ધરાવતા હીરા વેપારી મહેશ શામજી ધોળીયા (ઉ.વ.૩૮ રહે. ગોરવ પાર્ક સોસાયટી, અનાથઆશ્રમ નજીક, કતારગામ, સુરત મુળ રહે. લાઠી, અમરેલી)નો એક વર્ષ અગાઉ હમવતની હીરાદલાલ રાજેશ મગન મેતલીયા સાથે પરિચય થયો હતો.
રાજેશે શરૂઆતમાં મહેશભાઈ પાસેથી હીરા ખરીદી તેનું પેમેન્ટ સમયસર ચુકવ્યું હતું. ત્યારબાદ રાજેશેમુંબઈના હીરા વેપારી નિશીત રાજુ શાહ, પુનીત મહેતા, મહેશ વસોયા અને ક્રિપેન જાેગાણી સાથે પરિચય કરાવ્યો હતો. આ ચારેયે એપ્રિલ ર૦ર૧ સુધી જે હીરા ખરીદયા હતા તેનું પેમેન્ટ સમયસર ચુકવ્યું હતું
ત્યાર બાદ દલાલ રાજેશે રૂ.પ૬.૪૬ લાખ, નિશીત શાહે રૂ.ર.૪૧ કરોડ, પુનીત મહેતાએ રૂા.૩૦.૯ર લાખ, મહેશ વસોયાએ રૂ.૯ર.૬ર લાખ અને કિપેન જાેગાણીએ રૂ.૬ર.૦૩ લાખ મળી કુલ રૂ.૪.૬૬ કરોડના હીરા ખરીદયા હતા પરંતુ પેમેન્ટ સમયસર ચુકવ્યું નહોતું.
આથી મહેશભાઈએ ઉઘરાણી કરતા તમામે શરૂઆતમાં વાયદા કર્યા હતા ત્યારબાદ તમામે અમે તમારી પાસેથી કોઈ હીરા લીધા નથી તો રૂપિયા કેમ આપવાના તેમ કહી હવે જાે ઉઘરાણી કરશો તો હાથ ટાંટીયા તોડી નાંખીશું તેવી ધમકી આપી હતી.
આ અંગે મહેશભાઈએ એક મહિના અગાઉ સુરત ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઈમબ્રાંચે મુંબઈના વેપાીરઓ પૈકી પુનીત પ્રકાશચંદ્ર મહેતા (ઉ.વ.૩૬, હાલ રહે. સી-૩૦૬, નાગેશ્વરપાર્ક, ૬પ ફુટના રોડ, ભાઈદર (વેસ્ટ), થાણે, મહારાષ્ટ્ર. મુળ રહે. સોજત સીટી, મહેતોકા વાસ, પાલી, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.