રપ૦૦ ટન દૈનિક ક્ષમતા ધરાવતી અદાણી- વિલ્મરની રિફાઈનરી હજીરામાં કાર્યરત કરાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/01/adani-wilmar.jpg)
સુરત, મહાકાય ઉદ્યોગોની હારમાળા ધરાવતા સુરતના હજીરા ખાતે રપ એકર જમીન પર અદાણી વિલ્મરની રપ૦૦ ટન પ્રતિ દૈનિકની ક્ષમતા ધરાવતી ખાદ્યતેલની રિફાઈનરી કાર્યરત થઈ ચૂકી છે અને હાલમાં તેની ક્ષમતાના ૬૦ ટકા જેટલી કેપેસિટીમાં ખાદ્યતેલો જેવા કે સૂર્યમુખી તેલ, પામોલિન તેલ અને સોયાબીન તેલના પ્રોડકશનથી ડિસ્પેચ સુધીનું કામ કરવામાં આવી રહ્યું છે.
હજીરાના સુંવાલી ખાતે આકાર પામેલી અદાણી વિલ્મર ખાદ્યતેલ રિફાઈનરીની જાણકારી આપવા માટે ઓન કેમ્પસ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધતા યુનિટ હેડ પ્રમોદ કુમાર, ભાવેશ ડોંડા તથા અન્યોએ જણાવ્યું હતું કે અદાણી પોર્ટ હજીરા ખાતે વિકસીત થતાની સાથે જ ર૦૧૯માં પોર્ટ રિફાઈનરી પ્રોજેકટ સુંવાલી ખાતે લોંચ કરવામાં આવ્યો હતો.
અદાણી વિલ્મર હજીરા રિફાઈનરી ખાતે સ્ટેટ ઓફ ધ આર્ટ સંપૂર્ણ ઓટોમેશન ધરાવતી રિફાઈનરી કાયાર્ન્વિત કરી દેવામાં આવી છે.
કંપનીના ફોચ્ર્યુન બ્રાન્ડના સોયાબીન તેલ, પામોલિન તેલ અને સૂર્યમુખી ખાદ્યતેલોને ક્રૂડ ઓઈલમાંથી અત્યંત હાઈજેનિક રીતે ઉત્પાદિત કરવામાં આવે છે અને અત્યંત તકેદારી રાખીને તમામ ખાદ્યતેલોને જુદા જુદા વજનના પેકિંગમાં પેક કરીને વિતરણ ચેઈનમાં મોકલવામા ંઆવે છે.