ગોધરાના આ વિસ્તારના લોકો એક માસથી ગટરના પાણીમાંથી અવર જવર કરે છે
ગોધરાના બહારપુરા વિસ્તાર દંતાણીવાસમાં ગંદકીનું સામ્રાજ્ય
દૂષિત પાણીની સમસ્યાથી ત્રાહિમામ રહીશો હવે કંટાળી ગયા છે અને કલકેટરને સમસ્યા દૂર કરવા રજુઆત કર્યા બાદ ગંદકી દૂર નહિં થાય તો ગાંધીનગર સુધી રજુઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે.*
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા), ગોધરા શહેરના બહારપુરા વિસ્તારમાં દંતાણીવાસ આવેલો છે જેમાં બસોથી વધુ શ્રમજીવી પરિવાર વસવાટ કરી રહ્યા છે. મજૂરી કરી પેટિયું રળતા અહીંના શ્રમજીવીઓની હાલત છેલ્લા એક માસ ઉપરાંતથી કફોડી બની છે.
અહીં થોડા સમય અગાઉ જ દૂષિત પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાંખવામાં આવી છે જેનું જાેડાણ હજી કરવામાં નથી આવ્યું એવું સર્જિત સ્થિતિ થકી જાેવા મળી રહ્યું છે. બહારપુરા માંથી દંતાણી વાસમાં જવાના માર્ગ ઉપર આવેલા કોમ્પલેક્ષ પાસે એક માસ કરતાં વધુ સમયથી દૂષિત પાણી બહાર રેલાઈ રહ્યું છે.
જેને લઈ અહીં રોગચાળાની સ્થિતિનું નિર્માણ થવા સાથે કેટલાય બાળકો બીમાર થયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.દૂષિત પાણીના નિકાલ માટે પાલિકામાં પખવાડિયા પૂર્વે જ રજુઆત કરવામાં આવી હતી.દરમિયાન જવાબદારો આંટો મારી જાેઈને ચાલ્યા ગયા બાદ આજ સુધી સમસ્યાના નિકાલ માટે પરત આવ્યા નહિં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
રોજિંદા કામકાજ માટે ગંદકીમાંથી જ બાળકો સહિતને અવરજવર કરવી પડે છે.રાત્રિ દરમિયાન કેટલાક રહીશો પટકાતા હોવાના બનાવ પણ બની રહ્યા છે. સ્થાનિકો વિસ્તારમાં આવેલા કોમ્પલેક્ષમાંથી દૂષિત પાણી બહાર ઠાલવવામાં આવતું હોવાનો આક્ષેપ પણ કરી રહ્યા છે.
દૂષિત પાણીની સમસ્યાથી ત્રાહિમામ રહીશો હવે કંટાળી ગયા છે અને કલકેટરને સમસ્યા દૂર કરવા રજુઆત કર્યા બાદ ગંદકી દૂર નહિં થાય તો ગાંધીનગર સુધી રજુઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે.*