ગુજરાત હાઇકોર્ટ ખાતે મુખ્ય ન્યાયમૂર્તિએ રાષ્ટ્રધ્વજને સલામી આપી
ગુજરાત હાઇકોર્ટનાં પ્રાંગણમાં નામદાર મુખ્ય ન્યાયમૂર્તિશ્રી અરવિંદ કુમારે 73માં પ્રજાસત્તાક દિને રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી.
આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના નામદાર ન્યાયમૂર્તિશ્રીઓ, એડવોકેટ જનરલ, ન્યાયિક અધિકારીઓ, વકીલો તેમજ કર્મચારીઓએ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
કોરોનાની પ્રવર્તમાન મહામારી અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાને ધ્યાનમાં લઇને મર્યાદિત સંખ્યામાં ન્યાયિક અધિકારીઓ તેમજ કર્મચારીગણ હાજર રહ્યા હતા.