મુખ્યમંત્રી પ્રથમ વખત સોમનાથ મહાદેવના દર્શન પુજન કરી ધન્ય બન્યા

ગુજરાત ના મુખ્ય મંત્રી બન્યા બાદ પ્રથમ વખત શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મહાદેવના દર્શન પુજન કરી ધન્ય બન્યા હતા. પોતાના વિચારો વિઝીટર બુકમાં વ્યક્ત કરતા જણાવ્યું હતું કે
“સરદાર પટેલ થી લઇ નરેન્દ્રભાઈ મોદી દ્વારા મંદિરના વિકાસ નું અદ્વિતીય કાર્ય થયું તે અત્યંત પ્રશંસનીય છે. ભગવાન સોમનાથ મહાદેવ પાસે ગુજરાત ના સર્વાંગી ઉન્નતિ તથા વિકાસ માટે પ્રાર્થના કરી હતી.
તેઓએ સોમનાથ મહાદેવ ની મહાપૂજા ગંગાજળ અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે કો ઓર્ડીનેટર ડો.યશોધર ભટ્ટ દ્વારા તેઓનું સ્મૃતિ ભેટ આપી સન્માન કરેલ હતું.