પ્રમોશન વખતે દીપિકાના ઓરેન્જ ડ્રેસે ખેંચ્યું ધ્યાન
મુંબઈ, બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો દીપિકા પાદુકોણનું નામ તેમાં ચોક્કસપણે લેવામાં આવે છે. અત્યારે દીપિકા પાદુકોણ પોતાની અપકમિંગ ફિલ્મ ગહેરાઈયાંના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે અને ઓટીટી પ્લેટફોર્મ પર તે રીલિઝ થવાની છે.
ફિલ્મના ડિરેક્ટર શકુન બત્રા છે અને ફિલ્મમાં દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં નસીરુદ્દીન શાહ અને રજત કપૂર પણ છે. તેમના પણ મહત્વના રોલ છે. ફિલ્મ ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ અમેઝોન પ્રાઈમ વીડિયો પર રીલિઝ થવાની છે.
અત્યાર સુધી ફિલ્મનું એક ગીત રીલિઝ થયું છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદીના ઘણાં ઈન્ટેન્સ સીન છે. દીપિકા અને સિદ્ધાંતના રોમાન્સની ખૂબ ચર્ચા પણ થઈ રહી છે. ફિલ્મના સ્ટાર્સ અત્યારે પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશન દરમિયાન દીપિકા પણ કૂલ અંદાજમાં જાેવા મળી હતી.
તેણે એક ઓરેન્જ કલરનો ડ્રેસ પહેર્યો હતો, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. દીપિકા પાદુકોણ આ આઉટફિટમાં ઘણી સ્ટાઈલિશ લાગી રહી હતી. દીપિકા સિવાય આ તસવીર તેની સ્ટાઈલિસ્ટ શલીના નાથાણીએ પણ પોસ્ટ કરી હતી. આ આઉટફિટ લંડનના ડિઝાઈનર ડેવિડ કોમાના લેબલનું અને રિસોર્ટ ૨૨ કલેક્શનનું છે.
આ આઉટફિટની કિંમત ૪૮,૦૦૦ રુપિયા છે. આ મિડી આઉટફિટ ઓનલાઈન પણ ખરીદી શકાય છે. ૪૮,૦૦૦ રુપિયાનું આઉટફિટ પહેરીને ફરી એકવાર દીપિકાએ સાબિત કર્યું કે ફેશનની બાબતમાં તેની પસંદ કેટલી લક્ઝરી છે. દીપિકા પાદુકોણની આ તસવીર પર ફેન્સ જ નહીં, સેલેબ્સ પણ કમેન્ટ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ જે પણ આઉટફિટ પહેરે છે તેને આત્મવિશ્વાસ સાથે કેરી કરે છે. કોઈ પણ સેલિબ્રિટી માટે ઘણું મહત્વનું હોય છે કે પોતાના આઉટફિટને કેરી કરવાની તેનામાં આવડત હોય. આ પહેલા પણ દીપિકા પાદુકોણ અનેક વાર લાખોની કિંમતની ટીશર્ટ, સાડી અને બેગ્સ સાથે જાેવા મળી છે.SSS