અભિનેત્રી મૌની રોયે થનારા પતિ સાથે ડાન્સ કર્યો
મુંબઈ, મૌની અને સૂરજના પ્રી-વેડિંગ ફંક્શન ૨૬ જાન્યુઆરીએ યોજાયા હતા. કપલ ગોવાના એક ફાઈવ સ્ટાર રિસોર્ટમાં લગ્ન કરવાનું છે ત્યારે પ્રી-વેડિંગ ફંક્શન પણ અહીં જ યોજાયા હતા. મૌની અને સૂરજ પરિવાર અને અંગત મિત્રોની હાજરીમાં લગ્ન કરવાનું છે. ત્યારે સૌ મહેમાનો ગોવા પહોંચી ગયા હતા અને તેમણે પ્રી-વેડિંગ ફંક્શનમાં ખૂબ મજા કરી હતી.
મૌની રોયની ખાસ ફ્રેન્ડ અને એક્ટ્રેસ મંદિરા બેદી પણ ગોવા પહોંચી છે. મૌનીના મહેંદી ફંક્શનમાં મંદિરા બેદી મન મૂકીને નાચતી જાેવા મળી હતી. મંદિરા બેદીનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મના ગીત ‘મહેંદી લગા કે રખના’ પર ઠુમકા લગાવતી જાેવા મળે છે. વિડીયોમાં મંદિરા પીળા રંગના ટ્યૂબ ટોપ અને પ્રિન્ટેડ સ્કર્ટ તેમજ હેવી નેકલેસમાં જાેવા મળે છે. મંદિરા આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગતી હતી.
મંદિરા બેદીએ ઈન્સ્ટાગ્રામ પર સૂરજ અને મૌની સાથેની તસવીરો શેર કરીને કપલને નવા જીવન માટે શુભકામના પાઠવી હતી. મંદિરાએ મહેંદી સેરેમનીની તસવીરો શેર કરતાં લખ્યું, મોન, સૂરજ શરૂ થઈ રહ્યું છે. તમે બંને વિચારી શકો તેના કરતાં પણ વધુ પ્રેમ તમને કરું છું. આ તરફ બ્રાઈડ ટુ મૌની રોય પણ મહેંદી ફંક્શનમાં ખૂબ નાચી હતી.
મહેંદી હૈ રચનેવાલી ગીત પર સૂરજ અને મૌની ઠુમકા લગાવતા જાેવા મળ્યા હતા. મૌનીએ મહેંદી ફંક્શન માટે યલો રંગના લહેંગા પર પસંદગી ઉતારી હતી. જ્યારે સૂરજ વ્હાઈટ કુર્તા અને પ્રિન્ટેડ નહેરુ જેકેટમાં જાેવા મળ્યો હતો. વિડીયોમાં ડાન્સ કરી રહેલી મૌની પોતાની મહેંદી પણ બતાવતી નજરે ચડે છે.
એક્ટર અર્જુન બિજલાની પણ મૌનીનો ખાસ દોસ્ત છે ત્યારે તે અને તેની પત્ની પણ મૌનીના પ્રી-વેડિંગ ફંક્શનમાં જાેવા મળ્યા હતા. અર્જુને હાથમાં મહેંદી મૂકાવી હતી. એક હાથમાં અર્જુને પત્ની નેહાનું નામ અને બીજા હાથમાં બેસ્ટફ્રેન્ડ મૌનીનો ‘સ્’ લખાવ્યો હતો. મહેંદી ફંક્શન દરમિયાન અર્જુન પણ ‘મહેંદી લગા કે રખના’ ગીત પર નાચતો જાેવા મળે છે.SSS