સદ્વિચાર પરિવારના વરિષ્ઠ ગૌરવ ગ્રુપ દ્વારા કાપડની થેલીનું વિતરણ
અમદાવાદ, અમદાવાદના સદ્- વિચાર પરિવારના વરિષ્ઠ ગૌરવ ગ્રુપ પાલડી શાખા તરફથી શ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિને તેઓના ફસ્ટ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને જળ, જમીન અને જંગલમાં વિશ્વ હિત માટે બંધ કરવાના નિર્ણયને અનુમોદન આપતો નાનકડો પણ પ્રેરણાદાયી કાર્યક્રમ પૂર્ણિમા શૈલેષ શાસ્ત્રી તરફથી કરવામાં આવેલ હતો. પરિવારના એક સભ્યશ્રી વાસુદેવ ર. દવે તરફથી પાલડીના મુખ્ય સંચાલિકા બહેન પૂર્ણિમા શાસ્ત્રીના હસ્તે કાપડની થેલીનું દરેક સભ્યને વિતરણ કરવામાં આવેલ.
દરેક સભ્યશ્રીએ જણાવેલ કે તેઓ હવેથી પ્લાસ્ટિક બેગનો ઉપયોગ બંધ કરશે આ રીતે વાતોના વડા નહી પણ દેશ માટે જાહેર- હિત માટે કાંઈક કરી છૂટો તેવી પ્રેરણા આ નાનકડા પ્રસંથી મળેલ. પૂજ્ય ગાંધીજીએ પણ જણાવેલ છે કે એકમણ વાતો કરતા અઘોળ આચરણ મહત્વનું અને ચઢિયાતું છે.
વરિષ્ઠ ગૌરવ ગ્રુપના વડીલોને સદ્- વિચાર પરિવારની વડી કચેરીના મુખ્ય ટ્રસ્ટીઓ શ્રી પી.કે. લહેરી શ્રી સિધ્ધાર્થભાઈ મણકીવાલા તરફથી કાર્યક્રમોના આયોજન માટે યોગ્ય માર્ગદર્શન આપી વડીલોનો ઉત્સાહ વધારવામાં આવે છે તેઓનું યોગદાન સદ્- વિચાર પરિવાર માટે અમૂલ્ય છે.