લો બોલો, ધારાસભ્ય પત્નીની ટિકિટ કપાતા પતિ રડી પડ્યા
ચંડીગઢ, પંજાબ ચૂંટણીમાં કોંગ્રેસ કેન્ડીડેટની બીજી લિસ્ટ જાહેર થતા જ વિવાદ શરૂ થઇ ગયો છે. ફિરોજપુર ગ્રામીણ સીટ પરથી કોંગ્રેસ ધારાસભ્ય સત્કાર કૌરને ટિકિટ ન મળતા તેમના પતિ જસમેલ સિંહ લાડ્ડી કેમેરાની સામે રડી પડ્યા. જસમેલે કહ્યું કે પાર્ટી હંમેશાં ગરીબ વ્યક્તિની કુરબાની આપે છે.
જ્યારે તેમણે પૂછવામાં આવ્યું કે, એ પાર્ટીને ટિકિટ માટે કહી શકે છે. ત્યારે જસમેલે જણાવ્યું કે, હું તો માત્ર વિનંતી કરી શકું છે. બાકી તો પાર્ટીએ જ જાેવાનું છે. મારા નાના-નાના બાળકો છે, કોંગ્રેસને એમના પર દયા આવવી જાેઈએ. મેં ખૂબ જ મહેનત કરી છે. તે બાબતે પાર્ટીએ વિચારવું જાેઈએ.
ફિરોજપુર ગ્રામીણ વિધાનસભા સીટથી કોંગ્રેસે આશુ બાંગડને ટિકિટ આપી છે. આશુને પહેલા આ જ સીટ પર આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી હતી. પરંતુ આશુએ આપ નેતાઓ પર ગંભીર આક્ષેપો લગાવી પાર્ટી છોડી હતી. એના પછી ચરણજીત ચન્નીએ તેમને કોંગ્રેસમાં શામેલ કરતા સમયે જ પાર્ટી ર્નિણય લે એ પહેલા એમણે ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.
ત્યારબાદ મંગળવાર રાતે આવેલી લિસ્ટમાં એમણે જ આ સીટથી ટિકિટ મળી. પંજાબમાં બીજી લિસ્ટ આવ્યા બાદ કોંગ્રેસમાં બળવો થઇ રહ્યો છે, જેમાં સુનામથી દામન થીંદ બાજવા, સાહનેવાલથી સતવિંદર કૌર બિટ્ટી, ખરડથી જગમોહન કંગ અને સમરાલાથી અમરીક ઢીલ્લોએ બળવો કર્યો છે.
આની પહેલા બોલિવુડ સ્ટાર સોનૂ સૂદની બહેન માલવિકા સૂદને ટિકિટ આપવાના વિરોધમાં કોંગ્રેસના સિટિંગ વિધાયક હરજાેત કમલ ભાજપમાં જાેડાઈ ચુક્યા છે. શ્રી હરગોબિંદપુરથી પણ સિટિંગ ધારાસભ્ય હરવિંદર સિંહ લાડી પણ નારાજ છે.HS