2030 સુધીમાં ભારતની ગ્રીન હાઇડ્રોજનની માગ વધીને 2 MMTPA થવાનો અંદાજ
ભારતમાં હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર્સના ઉત્પાદન માટે L&Tએ હાઇડ્રોજનપ્રો સાથે MoU કર્યાં
મુંબઇ/પોર્સગ્રુન, ઇપીસી પ્રોજેક્ટ્સ, હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિસમાં કાર્યરત ભારતીય બહુરાષ્ટ્રીય કંપની લાર્સન એન્ડ ટૂબ્રો (એલએન્ડટી)એ આજે જાહેર કર્યું છે,
કે તેણે ઉભરતાં ગ્રીન હાઇડ્રોજન માર્કેટની તકો હાંસલ કરવા માટે નોર્વે સ્થિત અગ્રણી ઇલેક્ટ્રોલાઇઝર ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ કંપની હાઇડ્રોજનપ્રો એએસ (OSE: HYPRO)સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યાં છે. L&T signs MoU with HydrogenPro for manufacturing Hydrogen Electrolysers in India
આ સમજૂતી હેઠળ એલએન્ડટી અને હાઇડ્રોજન પ્રો સંયુક્તરૂપે ભારતીય બજાર અને બીજા પસંદગીના ભૌગોલિક ક્ષેત્રો માટે હાઇડ્રોજનપ્રો ટેકનીક આધારિત આલ્કલાઇન વોટર ઇલેક્ટ્રોલાઇઝર્સના ગિગોવોટ-સ્કેલ ઉત્પાદન માટે સંયુક્ત સાહસ સ્થાપવાની દિશામાં કામ કરશે.
ભારતમાં આ પ્રસ્તાવિત સંયુક્ત સાહસ ગ્રીન એનર્જી વેલ્યુ ચેઇનમાં ઉપસ્થિતિ માટે એલએન્ટડીના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ તથા કોસ્ટ લીડરશીપ જાળવવા અને સ્થાનિક ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવા માટે વૈશ્વિક ઉત્પાદન ઉપસ્થિતિ સ્થાપિત કરવા હાઇડ્રોજનપ્રોની રણનીતિને અનુરૂપ છે.
આ પ્રસંગે પ્રતિક્રિયા આપતાં એલએન્ડટીના સીઇઓ અને એમડી એસ એન સુબ્રમનિયને કહ્યું હતું કે, “ઉર્જા ઉદ્યોગ એક જબરદસ્ત પરિવર્તનમાંથી પસાર થઇ રહ્યો છે, જેમાં ગ્રીન હાઇડ્રોજન ભવિષ્યના એનર્જી બાસ્કેટમાં મહત્વપૂર્ણ ઇંધણ તરીકે ઉભરી રહ્યું છે. અમે હાઇડ્રોજનપ્રો સાથે એમઓયુ કરતાં ખુશી અનુભવીએ છીએ. Commenting on the occasion, Mr. S N Subrahmanyan, CEO & MD, L&T said, “The energy industry is undergoing a tectonic shift with Green Hydrogen emerging as a key fuel in the future energy basket. We are delighted to have signed this MoUwith HydrogenPro.
સમગ્ર ઉજા ઉદ્યોગમાં અમારા વ્યાપક સંબંધ, આ સેક્ટરમાં ઇપીસીમાં અનુભવ તથા ઘણી એમએનસી સાથે અમારા સફળ સહકાર તેમજ ટેક્નોલોજી લીડરશીપ બાબતે અગ્રેસર રહેવા ઉપર હાઇડ્રોજનપ્રોના ફોકસને જોતાં આ ભાગીદારી લાભદાયી રહેશે.”
હાઇડ્રોજનપ્રોના સીઇઓ એલિંગ ન્યાગાર્ડે કહ્યું હતું કે, “અમે ઇએન્ડસી પાવરહાઉસ એલએન્ડટી સાથે આ સમજૂતી કરાર કરતાં ખૂબજ ખુશ છીએ, જે ભારતીય માર્કેટમાં હાઇડ્રોજનપ્રોને સ્થાપિત કરવા માટે પરફેક્ટ ભાગીદાર છે. ભારત હાઇડ્રોજન આધારિત ઉકેલો માટે અપાર સંભાવનાઓ ધરાવતું મોટું અને વૃદ્ધિ સાધતું ઉર્જા માર્કેટ છે.”
એલએન્ડટીના હોલ ટાઇમ ડાયરેક્ટર (ઉર્જા) સુબ્રમનિયન સરમાએ કહ્યું હતું કે, “અમે આ રોમાંચક કામગીરી તથા ભાગીદારી દ્વારા ભવિષ્ય માટે ટકાઉ માળખાની રચના કરવા માટે ઉત્સુક છીએ. ગ્રીન હાઇડ્રોજન ઉદ્યોગ તેના શરૂઆતી તબક્કામાં છે, જે વિશાળ તકો સાથે સંભાવનાઓ ઓફર કરે છે. સ્વચ્છ, હરિત અને ટકાઉ ભવિષ્યની રચનાની દિશામાં આ ભાગીદારી સાચું કદમ છે.”
ભારતે રિન્યૂએબલ એનર્જી ટ્રાન્ઝિશન માટે વિશ્વની સૌથી મોટી વિસ્તરણ યોજના તૈયાર કરી છે, જે અંતર્ગત વર્ષ 2022માં 175 ગિગાવોટ રિન્યૂએબલ્સ અને વર્ષ 2030 સુધીમાં 500 ગિગાવોટ રિન્યૂએબલ્સનો ટાર્ગેટ છે.
ભારત વિશાળ માત્રામાં સોલર પીવી અને વિન્ડ પાવર સ્રોતોની ઉપલબ્ધતામાંથી રિન્યૂએબલ ઇલેક્ટ્રિસિટીના નીચા ખર્ચને કારણે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે આદર્શ છે. દેશ વિશ્વનું સૌથી મોટું ગ્રીન હાઇડ્રોજન કેન્દ્ર બનવાનો ઉદ્દેશ્ય ધરાવે છે તેમજ વિવિધ ક્ષેત્રોમાં તેના ઉપયોગની યોજના છે. તે સતત વધતા ઉર્જા આયાત ખર્ચને ઘટાડીને ભારતને ઉર્જા સુરક્ષા પ્રદાન કરી શકે છે તેમજ રિફાઇનરી, ફર્ટિલાઇઝર્સ, સ્ટીલ અને ટ્રાન્સપોર્ટ જેવા ઉદ્યોગો માટે ગ્રીન વિકલ્પ માટેનો માર્ગ પ્રદાન કરે છે.
દેશના ગ્રીન હાઇડ્રોજન મીશનને જોતાં વર્ષ 2030 સુધીમાં ભારતની ગ્રીન હાઇડ્રોજનની માગ વધીને 2 એમએમટીપીએ થવાનો અંદાજ છે, જેના માટે 60 અબજ યુએસ ડોલરથી વધુ રોકાણની જરૂર પડશે.