Western Times News

Gujarati News

ધંધુકામાં યુવકની હત્યા કેસમાં ૨ શખ્સની અટકાયત કરવામાં આવી

અમદાવાદ, ધંધુકા ખાતે ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે તપાસ કરી તો મૃતકે થોડા સમય પહેલા ધાર્મિક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયા પર કરતા મામલો ગરમાયો હતો. જેની પોલીસ કાર્યવાહી થઈ હતી અને સમાધાન પણ થયું હતું.

ત્યારે આખા જિલ્લાની પોલીસને ગામમાં અરાજકતાનો માહોલ દેખાતા છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. આજે આ મુદ્દે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ફાયરિંગ વિથ મર્ડર કેસ મામલે આજે અમદાવાદના ધંધુકામાં બંધનું એલ૧ાન જાહેર કરવામાં આવ્યું હતું.

જે સફળ રહ્યું હતું. હાલ ધંધુકામાં શાંતિપૂર્ણ માહોલ છે. બીજી બાજુ આરોપીઓને પકડવા પોલીસની ટીમ કામે લાગી ગઈ છે. સમગ્ર મામલાની તપાસ એસઓજીને સોંપાઈ છે.છેલ્લે મળતી માહિતી પ્રમાણે ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસ મામલે અમદાવાદ જિલ્લા પોલીસે ૨ શખ્સની અટકાયત કરવામાં આવી છે. કિશન ભરવાડ પર ફાયરીંગ કરનારની હાલ ધરપકડ કરવામાં આવી છે.

આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ કરી હત્યા મામલે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ગઈકાલે (બુધવાર) પોલીસના બંદોબસ્ત વચ્ચે સ્મશાન યાત્રા નિકળી હતી.

બીજી બાજુ આરોપીને પકડવા માટે પોલીસની ૭ ટીમ કામે લાગી છે. સમગ્ર ઘટના મામલે એસઓજીને તપાસ સોંપવામાં આવી છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે ગામમાં ભારે અરાજકતા વચ્ચે જ્યાં સુધી આ ઘટનામાં આરોપીઓ નહી પકડાય ત્યાં સુધી પોલીસનો બંદોબસ્ત હટાવવામાં આવશે નહીં.

અમદાવાદના ધંધુકામાં મોઢવાડાનો ડેલો આવેલો છે, જ્યાં મંગળવારે કિશન નામનો યુવક તેના જુના ઘર પાસે જતો હતો ત્યારે બે લોકોએ આવીને તેની પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધ્યો અને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

પરંતુ ગામજનોમાં આટલેથી સંતોષ થયો નહોતો.ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી તો સામે આવ્યું કે થોડા દિવસ પહેલા કિશનને એક ધર્મ વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરી હતી. જેની અદાવત રાખી કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે, કારણ કે કિશન સામે જે તે સમયે પોલીસ કાર્યવાહી પણ કરાઈ હતી. અને બાદમાં કેટલાક લોકો તેનાથી રોષે ભરાયા હતા.

પણ કિશન ત્યારથી જ તેના ઘરે હતો અને ગઈકાલે ઘરેથી નીકળ્યો ત્યારે મોકાનો લાભ લઇ તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ માની રહી છે.તો બીજી તરફ મૃતકની હત્યા પાછળ સોશિયલ મીડિયાની પોસ્ટ હતી કે અન્ય કોઈ કારણ તે આરોપીઓ ઝડપાયા બાદ સામે આવશે.

હાલ તો શકમંદોની અટકાયત કરી પોલીસ ઊંડાણપૂર્વક તપાસના કામે લાગી ગઈ છે. તો ધંધુકામાં શાંતિભર્યું વાતાવરણ રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અને અન્ય ટીમો હત્યા પાછળનું હકીકત કારણ જાણવામાં લાગી ગઈ છે કારણ કે અનેક નવી બાબતો પણ પોલીસના ધ્યાને આવતા હકીકતના મૂળ સુધી પહોંચવા પોલીસ મથી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.