Western Times News

Gujarati News

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૯૧૧ કેસ નોંધાયા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોના વાયરસમાં સતત રાહત જાેવા મળી રહી છે. સતત બીજા દિવસે કોવિડ-૧૯ના કેસમાં ઘટાડો થયો છે અને સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એક જ દિવસમાં ૨૩,૦૦૦થી વધુ દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના ૧૨,૯૧૧ નવા કેસ નોંધાયા છે જેની સામે ૨૩,૧૯૭ દર્દીઓ સાજા થયા છે.

જ્યારે ૨૨ લોકોના મોત થયા છે. જાેકે, ચિંતાની વાત એ છે કે રાજ્યમાં મૃત્યુઆંક સતત ૨૦થી ઉપર નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં સાત અને રાજકોટ કોર્પોરેશનમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશન, મહેસાણા અને ભરૂચમાં બે-બે લોકોના મોત થયા છે.

સુરત કોર્પોરેશન, ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, વલસાડ, નવસારી અને ભાવનગર જિલ્લામાં એક-એક દર્દીએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. રાજ્યના ચારેય મહાનગરોમાં પણ કેસની સામે સાજા થયેલા લોકોની સંખ્યા વધારે નોંધાઈ રહી છે. અમદાવાદ કોર્પોરેશનમાં તો કેસ કરતા સાજા થયેલા લોકોની સંખ્યા બે ગણી છે.

જ્યારે સુરત કોર્પોરેશનમાં પણ આવી જ પરિસ્થિતિ છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૪૪૦૫ નવા કેસ નોંધાયા છે જેની સામે ૯૮૧૭ દર્દીઓ સાજા થયા છે. વડોદરા કોર્પોરેશનમાં ૧૮૭૧ કેસ નોંધાયા છે અને તેની સામે ૧૪૫૪ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ કોર્પોરેશનમાં ૧૦૦૮ કેસ સામે આવ્યા છે અને ૧૩૨૯ દર્દીઓ સાજા થયા છે. નવા કેસની સંખ્યા સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં સુરત કોર્પોરેશન ટોચ પર છે. સુરત કોર્પોરેશનમાં તો ૭૦૮ નવા કેસની સામે ૩૬૭૦ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.