Western Times News

Gujarati News

કાલુપુરમાં ધોળા દિવસે ચંપલના વેપારી પર જીવલેણ હુમલો થતાં ભારે સનસનાટી

પોલીસે સામ સામે થયેલી ફરીયાદના આધારે  ગુનો દાખલ કર્યો  : ઈજાગ્રસ્ત વેપારી સારવાર હેઠળઃ આરોપીની ધરપકડ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ 01062019: શહેરના સંવેદનશીલ ગણાતા કાલુપુર વિસ્તારમાં ચંપલનો ધંધો કરનાર એક વેપારી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડ્યા બાદ માથાભારે શખ્સે બંદુક બતાવી વેપારીને જાનથી મારી નાંખવાની ધમકીઆપતાં કાલુપુર પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે સામા પક્ષે પણ વેપારીએ તોડફોડ કરી હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે સામસામે ગુનો દાખલ કર્યો છે.

પોલીસ સાધનો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ ઘટનાની વિગત એવી છે કે શહેરના કાલુપુર વિસ્તારમાં ભદ્રાભાઈની પોળ ખાતે રહેતા અને મકાન તેમજ જમીનની લે-વેચની દલાલી કરતા અમજદખાન તવાબખાન પઠાણની પત્ની ફીરદોશબાનુ પોતાના ઘરે જ ચંપલનો વ્યવસાય કરે છે. આ વ્યવસાયના કારણે અમજદખાન તથા તેની પત્ની ફીરદોશબાનું અવારનવાર ફટ માર્કેટમાં ચંપલની ખરીદી કરવા જતાં હતા. ગઈકાલે પણ અમજદખાન માર્કેટમાં ચંપલની ખરીદી કરવા નીકળ્યો હતો.

ફ્ટ માર્કેેટમાં આવેલી આબાદ ફૂટવેર નામની દુકાન ધરાવતા સલમાન સૈયદ અહમદ જાબુવાળાની દુકાને જઈ અમજદખાન ચંપલની જુદી જુદી વેરાઈટી જાઈ હતી. પરંતુ ચંપલ પસંદ ન આવતા તે ત્યાંથી નીકળી ગયો હતો. આ પછી અન્ય દુકાનો પર પણ ગયો હતો. પરંતુ ક્યાંય પણ તેને ચંપનલ વેરાઈટી ન મળતાં ઘરે ચાલ્યો ગયો હતો. આ પછી અમજદ તેના મિત્ર નિશાદ પાસ ગયો હતો. નીશાદેઅમજદને કહ્યુ હતુ કે સલમાને કહેરાવ્યુ છે કે તું હવે તેની દુકાન પર ચંપલ ખરીદવા જતા નહીં. મારે તારી સાથે ધંધો કરવો નથી.

આથી અમજદ બપોરના સુમારે ફરી સલમાનની દુકાન પર ગયો હતો. અને કહ્યુ હતુ કે મારે ક્યાં મફતમાં માલ જાઈએ છે તારે ધંધો કરવો હોય તો કર. આમ, સલમાન અને અમજદ વચ્ચે જારદાર ઝઘડો થતાં ઉશ્કેરાયેલા સલમાને દુકાનમાંથી છરી જેવું હથિયાર લાવી અમજદના ગળાના ભાગે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અમજદ ધસી જતાં તેના કાનના અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. દરમ્યાનમાં જ સલમાન દુકાનમાંથી બંદુક લાવીને અમજદને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ વખતે અમજદનો મિત્ર નિશાદ ઘટનાસ્થળે આવી ગયે હતો. અને અમજદને બાઈક પર બેસાડી હોસ્પીટલ ખાતે સારવાર માટે લઈ ગયો હતો.

શહેરના સંવેદનશીલ ગણાતા કાલુપુર વિસ્તારની ફૂટ માર્કેટમાં ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારના હુમલો કરવાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી. અને લોકોના ટોળેટોળા ભેગા થયા હતા. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ ટોળાને વિખેરી નાંખી સઘન કાર્યવાહી હાથ ધરીછ ે.
આ અંગે અમજદખાન પઠાણે સલમાન સૈયદ વિરૂધ્ધ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે જ્યારે સામા પક્ષ સલમાને પણ આબીદ વિરૂધ્ધ ફરીયાદ નોધાવી છે કે બપોરના સમયે અમજદની દુકાન પર આવી ઝઘડો કરી દુકાનમાં ભારે તોડફોડ કરી હતી. પોલીસે બંન્ને પક્ષોની ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.