ભારતમાં વર્ષ 2040 સુધીમાં ગ્લુકોમા (ઝામર-આંખની સમસ્યા)ના દર્દીઓ બમણા થઈ જવાની અપેક્ષા
જાન્યુઆરીને ગ્લુકોમા જાગૃતિ મહિના તરીકે ઉજવવામાં આવે છેઃ ગ્લુકોમાના દર્દીઓનું ભારણ ઘટાડવા જોખમકારક પરિબળો અને ચિહ્નો વિશે વધારે જાગૃતિ, નિયમિત ચકાસણી અને આસપાસના કેન્દ્રોમાં વિશેષ સારવારની પહોંચ વધારો મહત્વપૂર્ણ છે
અમદાવાદ, ગ્લુકોમા (ઝામર) એટલે આંખોની સમસ્યાઓનું એક જૂથ. જ્યારે આંખોની અંદર દબાણ (ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર કે આઇઓપી) આંખો સાથે સંબંધિત નસોને નુકસાન થાય એટલું વધી જાય છે, ત્યારે આ સમસ્યા ઊભી થાય છે.
આંખોની નસો મગજને ઇમેજ કે ચિત્રો મોકલવા માટે જવાબદાર હોય છે, જેને અસર થવાથી વ્યક્તિ દ્રષ્ટિ ગુમાવે છે. જો એની સારવાર ન કરાવવામાં આવે, તો ગ્લુકોમા કાયમી અંધત્વમાં પરિણમી શકે છે. Glaucoma Eye Disorder is Expected to Double in India by 2040
ગ્લુકોમા ખાસ કરીને 60 વર્ષથી વધારે વય ધરાવતા લોકો માટે અંધત્વ માટે જવાબદાર મુખ્ય કારણો પૈકીનું એક છે. દુનિયામાં ગ્લુકોમાના આશરે 80 મિલિયન દર્દીઓ છે.
ભારતમાં આશરે 12 મિલિયન લોકો ગ્લુકોમાથી પીડિત છે. પણ ઘણા વિકાસશીલ દેશોની જેમ ભારતમાં ગ્લુકોમાના આશરે 50થી 80 ટકા કેસોની સારવાર થતી નથી.
એટલે રેકોર્ડમાં આંકડા વાસ્તવિક ચિત્ર બયાન કરતાં નથી. જોકે આંતરરાષ્ટ્રીય પ્રવાહોની જેમ દેશમાં ગ્લુકોમાના દર્દીઓની સંખ્યા વર્ષ 2040 સુધીમાં બમણી થાય એવી અપેક્ષા છે.
ગ્લુકોમાના ચિહ્નો અને નિશાનીઓ વિશે વાત કરતાં અમદાવાદની ડૉ. અગ્રવાલ્સ આઈ હોસ્પિટલના ઓપ્થેલ્મોલોજિસ્ટ-કન્સલ્ટન્ટ ડૉ. નેહા અગ્રવાલે કહ્યું હતું કે, ગ્લુકોમાની સ્થિતિ એના પ્રકાર અને તબક્કાને આધારે અલગ-અલગ હોય છે.
સામાન્ય રીતે ગ્લુકોમાની પ્રથમ નિશાની પ્રકાશની આસપાસ પ્રભામંડળ કે ઇન્દ્રધનુષના રંગોનાં વર્તુળો જોવા મળે છે અથવા વ્યક્તિ પ્રકાશ પ્રત્યે અસાધારણ સંવેદનશીલતા ધરાવે છે.
પેરિફરલ કે સાઇડ વિઝન ગુમાવવું અન્ય એક સામાન્ય ચિહ્ન છે. જોકે ગ્લુકોમા ધરાવતા મોટા ભાગના લોકો ચેતવણીના વહેલા સંકેતો ધરાવતા નથી.
અસર તબક્કાવાર રીતે કે ધીમે ધીમે વધે છે તથા અતિ આગળના તબક્કામાં ન વધી જાય ત્યાં સુધી વિઝન કે દ્રષ્ટિમાં કોઈ ફેરફાર ન જોવા મળે એવું બની શકે છે.
એટલે ગ્લુકોમા છે કે નહીં એ જાણવાની એકમાત્ર રીત આંખની સંપૂર્ણ ચકાસણી કરાવવાનો છે.
જાન્યુઆરીને દુનિયાભરમાં ગ્લુકોમા જાગૃતિ માસ તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગરૂપે ડૉ. અગ્રવાલ્સ આઈ હોસ્પિટલેએના અખિલ ભારતીય નેટવર્કમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો હાથ ધરી રહી છે.
ડૉ. અગ્રવાલ્સ આઈ હોસ્પિટલ્સના ડૉ. નેહા અગ્રવાલના જણાવ્યા મુજબ, નીચેના જેવી ગંભીર સ્થિતિથી જોખમકારક પરિબળોની તીવ્રતામાં વધારો થાય છેઃ
· ડાયાબીટિસ · કાર્ડિયોવાસ્ક્યુલર રોગો · હાઈ બ્લડ પ્રેશર · માયોપિયા (લઘુદ્રષ્ટિ) · ફેમિલી હિસ્ટ્રી (પરિવારમાં સગાઓમાં કોઈને ઝામર હોવું)
તેઓ આંખના ચોક્કસ પ્રકારના રોગો માટે એક પ્રકારનું પ્રોટિન વાસ્ક્યુલર એન્ડોથિલયલ ગ્રોથ ફેક્ટર (વીઇજીએફ)ના ઉત્પાદન માટે સારવાર (એન્ટિ-વીઇજીએફ સારવાર તરીકે જાણીતી) અને લાંબા ગાળા માટે મુખ વાટે ગર્ભનિરોધક ગોળીઓ લેતા લોકોને ગ્લુકોમાનું ઊંચું જોખમ છે.
પણ ગ્લુકોમા તમામ વયજૂથના લોકોને તથા કોઈ પણ લાંબા ગાળાની બિમારીઓ કે ફેમિલી હિસ્ટ્રી ધરાવતા લોકોને અસર કરી શકે છે. આ બિમારી કે સમસ્યા બાળકોમાં પણ જોવા મળે છે.
ગ્લુકોમા મુખ્યત્વે બે પ્રકારનો હોય છેઃ ઓપન-એંગલ ગ્લુકોમા અને એંગલ-ક્લોઝર ગ્લુકોમા. ઓપ્થેલ્મોલોજિસ્ટો નેત્રપટલ અને કીકી વચ્ચે એંગલ ચકાસે છે તથા ઓપન-એંગલ ગ્લુકોમા છે કે એંગલ-ક્લોઝર ગ્લુકોમા છે એ નક્કી કરે છે.
જો કે આ બંને સ્થિતિ કીકી અને નેત્રપટલ મળે છે એ ખૂણા પર એક પેશી દ્વારા આંખમાંથી પ્રવાહી બહાર નીકળતા અટકાવવાની લાક્ષણિકતા ધરાવે છે. આંખમાં પ્રવાહી સાધારણ દરે બહાર નીકળી શકતું ન હોવાથી આંખોની અંદર દબાણ વધે છે અને આંખોની નસોને નુકસાન થાય છે.
સામાન્ય રીતે ગ્લુકોમાની સારવાર ન થઈ શકે, પણ એને નિયંત્રિત કરી શકાય છે. આંખનાં ટીપા, લેસર પ્રક્રિયાઓ અને સર્જિકલ ઓપરેશનથી ગ્લુકોમાની સ્થિતિને નિયંત્રિત કરવામાં આવે છે. ડાયાબીટિસ ધરાવતી વ્યક્તિઓમાં લોહીમાં ગ્લુકોઝનું સ્તર નિયંત્રિત કરવાથી લાંબા ગાળે ગ્લુકોમા નિયંત્રણમાં રહેશે, કારણ કે ઇન્સ્યુલિનનું સ્તર વધવાથી ઇન્ટ્રાઓક્યુલર દબાણ વધે છે.
ગ્લુકોમા સર્જરીનો એક પ્રકાર ટ્રેબેક્યુલેક્ટોમી આંખની અંદરથી પ્રવાહી વહે એ માટે નવો માર્ગ બનાવવા આંખ પર કરવામાં આવે છે, જે કેટલાંક દાયકાઓથી દુનિયાભરમાં પ્રચલિત સર્જિકલ પ્રક્રિયા છે. ગ્લુકોમાના દર્દીઓ નિયમિતપણે ચકાસણી કરાવે અને દ્રષ્ટિ ગુમાવવાનું અટકાવે,
સારવાનો ઉચિત ઉપયોગ કરે અને ટીપાઓનો ઉપયોગ કરવાની પદ્ધતિઓને અનુસરે એ મહત્વપૂર્ણ છે. નિયમિત સારવાર સાથે પણ ગ્લુકોમા ધરાવતા 15 ટકા લોકો 20 વર્ષની અંદર ઓછામાં ઓછી એક આંખની દ્રષ્ટિ ગુમાવે છે.
ડૉ. નેહા અગ્રવાલે ઉમેર્યું હતું કે, ભારતમાં લાખો લોકો યોગ્ય આઈ સ્પેશ્યાલિસ્ટની સુલભતા ધરાવતા નથી અને ભારતમાં પર્યાપ્ત પ્રમાણમાં આંખોની હોસ્પિટલો નથી.
માળખાગત સુવિધાનો અભાવ અને દેશમાં આંખની સારવાર કરવાની સુવિધાઓનું અસમાન વિતરણ પણ ચિંતાજનક બાબત છે. દેશને તબીબી હસ્તક્ષેપોની પહોંચ વધારવા અને ઊંચું જોખમ ધરાવતા લોકોની ચકાસણી કરવા આસપાસના વિસ્તારોમાં અદ્યતન કેન્દ્રોની જરૂર છે.
ગ્લુકોમાના વધતા પડકારને ઝીલવા મહત્વપૂર્ણ વ્યૂહરચના છે – ગ્લુકોમાના જોખમકારક પરિબળો અને ચિહ્નો વિશે જાગૃતિ વધારવી. 40 વર્ષથી વધારે વય ધરાવતા લોકોએ દર વર્ષે આંખની ચકાસણી કરાવવી જોઈએ, જેમાં આઇઓપી મેઝરમેન્ટ અને રેટિનાની વિસ્તૃત ચકાસણી સામેલ છે.
ગ્લુકોમા, ઝામરની પોઝિટિવ ફેમિલી હિસ્ટ્રી, ડાયાબીટિસ, હાઈ માયોપિયા (લઘુદ્રષ્ટિની ગંભીર સમસ્યા), હાઈ હાયરમેટ્રોપિયાનીધરાવતા લોકોએ આઈ સ્પેશ્યાલિસ્ટ પાસે નિયમિત સમયાંતરે ગ્લુકોમાની ચકાસણી કરાવવી જોઈએ.
ડો. અગ્રવાલ આઈ હોસ્પિટલ વિશે: 100 હોસ્પિટલો સાથે ડો. અગ્રવાલ્સ આઈ હોસ્પિટલ્સ અત્યારે તમિલનાડુ, કર્ણાટક, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, આંદમાન, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યોમાં કાર્યરત છે.
ચેન્નાઈમાં મુખ્ય કેન્દ્ર દુનિયામાં આંખની સારવાર આપતી શ્રેષ્ઠ સંસ્થા પૈકીની એક છે, જે ભારત અને દુનિયાના વિવિધ દેશોના દર્દીઓની સારવાર કરે છે. ચેન્નાઈ મેઇન હોસ્પિટલ સંશોધન અને શૈક્ષણિક કાર્યક્રમો પણ ચલાવે છે, જે ડૉક્ટરોને સૌથી વધુ અનુભવી સર્જનો પાસેથી શીખવાની તક આપે છે.
ગ્રૂપનું આંતરરાષ્ટ્રીય વિસ્તરણ મોરેશિયસમાં ફક્ત એક હોસ્પિટલથી શરૂ થયું હતું, પણ અત્યારે ડો. અગ્રવાલ્સ આઈ હોસ્પિટલ આફ્રિકાના 11 દેશોમાં કાર્યરત છે. વેબસાઇટ: https://www.dragarwal.com/