Western Times News

Gujarati News

ધંધુકા મર્ડરઃ યુવકની પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી અંતિમ યાત્રા

સુરેન્દ્રનગર, અમદાવાદ જિલ્લાને અડીને આવેલા ધંધૂકા શહેરમાં માલધારી સમાજના યુવકની હત્યા મામલે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ધંધુકા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે આજે સવારથી જ તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાડ્યું છે.

જાેકે ઘટનાના પગલે ધંધુકામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લાની SOG, LCB અને સ્થાનિક પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. બીજી તરફ આ ઘટના બાદ ધંધુકાના PI સી.બી.ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને સાણંદના PI આર.જી.ખાંટને ધંધુકામાં મુકવામાં આવ્યા છે.

જણાવી દઇએ કે, મંગળવારે મોડી રાત્રે કિશન બોડીયા નામના યુવકને બે અજાણ્યાં શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. જેમા પ્રથમ ગોળી મિસ ફાયર થઇ હતી અને બીજી ગોળી કિશનને વાગી હતી. જેથી યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ હોસ્પિટલમાં તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માગ કરાઈ હતી જાે કે આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવાયો હતો. આ ઘટનાના પગલે પોલીસે અલગ-અલગ સાત ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જેમા અંતર્ગત ૨ આરોપીની ધરપકડ થઇ છે. આ આખા મામલાની તપાસ DySP રીના રાઠવાના સુપરવિઝનમાં થઇ રહી છે.

આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ સહિતના અનેક આગેવાનો ધંધુકા મૃતકના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. સમાજના આગેવાનો અને પરિવારજનોએ સાથે મીટીંગ કરી હતી.અને ધંધુકામાં એક માર્ગ કિશનના નામે બનાવવામાં આવે તેવી પણ માગ કરી હતી. મૃતક કિશનની અંતિમ યાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી હતી.

ઘટનાને પગલે સમગ્ર ધંધુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યાં જ હત્યાની ઘટના બાદ ધંધુકાના PI સી.બી.ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ સાણંદના PI આર.જી.ખાંટને ધંધુકામાં મુકવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વાર તારીખ ૨૮ જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગર અને ધાંગધ્રા સંભવત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ દ્વારા જાહેરાત દરેક વેપારી અને દુકાનદારોને સમર્થન આપવા અપીલ કરી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.