Western Times News

Gujarati News

વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો

અમદાવાદ, અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. વોન્ટેડ આરોપીને પકડવા માટે ગયેલ પોલીસ પર જીવલેણ હુમલો થયો છે. જેને લઇને નરોડા પોલીસે ૧૫ જેટલા આરોપીઓ વિરુદ્ધમાં હત્યાના પ્રયાસ સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે નરોડા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે કાળી સોલંકી અને સંજય સોલંકી તેમના રહેણાક વિસ્તાર મુઠીયા ગામમાં હોવાની બાતમી મળતા જ હેડ કોન્સ્ટેબલ સુરેશકુમાર કાલિયા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓ સાથે ત્યાં પહોંચ્યા હતા.

બાતમી વાળી સંભવિત જગ્યાએ તપાસ કરવાની હોવાથી ચારેય પોલીસ કર્મી અલગ અલગ જગ્યાએથી જઈ રહ્યા હતા. ત્યારે અનિલ ઉર્ફે કાળી તેમની રહેણાક વાળી જગ્યાએ મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. જાે કે તેણે બૂમાબૂમ કરતા તેના ત્રણ ભાઈ અને પિતા પણ હાથમાં પ્રાણઘાતક હથિયારો લઇ આવી જઈને આ નરોડા પોલીસ વાળા આપણને દારૂનો ધંધો કરવા દેતા નથી અવાર નવાર રેડો કરીને હેરાન પરેશાન કરે છે.

જેથી આજે તો આને પતાવી દો. તેમ કહીને માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન અન્ય ૧૦થી ૧૨ લોકોનું ટોળું ભેગું થઈ જઈને પોલીસ ને દોડાવી દોડવી ને માર માર્યો હતો. જાે કે આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને પોલીસે અનિલ સોલંકી, સંજય સોલંકી, જીગ્નેશ સોલંકી, પ્રદીપ સોલંકી અને બળદેવ સોલંકી સહિત ૧૦થી ૧૨ લોકો વિરુદ્ધ માં ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં માતા અને પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. અડાજણમાં કિશોરી સાથે દુષ્કર્મ આચારનાર યુવકની માતા જ આ ગુનામાં મુખ્ય આરોપી બની છે.

મહિલા કિશોરીને પોતાના ઘરે બોલાવી કિશોરીને પોતાના પુત્ર સાથે એક રૂમમાં પૂરીને પુત્ર દ્વારા કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. જાેકે દુષ્કર્મ આચર્યા બાદ કિશોરીના પરિવારને મારી નાખવાની ધમકી આપતા કિશોરી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ આચરનાર યુવક અને તેની માતાની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.