સરળ પ્રવાહિતતાનો ગાળો ટૂંક સમયમાં પૂરો થવાની અપેક્ષા હોવાથી વધઘટ માટે સજ્જ રહોઃ સ્વાતિ કુલકર્ણી, UTI AMC
નાણાં મંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીના રોજ યુનિયન બજેટ પ્રસ્તુત કરશે. એવી આશા છે કે, સરકાર કોવિડ મહામારીને કારણે હાલ ચાલુ અનિશ્ચિતતા વચ્ચે વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ગયા વર્ષે બજેટમાં હાથ ધરવામાં આવેલો કામગીરીના વિસ્તરણનો અભિગમ મોટી સંખ્યામાં રોજગારી પેદા કરનાર માળખાગત ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરીને વૃદ્ધિને ટેકો આપવાનો ઉદ્દેશ ધરાવે છે અને આ અભિગમ ચાલુ બજેટમાં પણ જળવાઈ રહેશે. હાઇ-સ્પીડ રેલવે, નદીઓને જોડવાના વિવિધ પ્રોજેક્ટ, ગ્રીન ઊર્જાની સ્વીકાર્યતા માટે રૂપરેખા પર મહત્વપૂર્ણ જાહેરાતો થઈ શકે છે.
એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને ઇક્વિટીના ફંડ મેનેજર સ્વાતિ કુલકર્ણીના (Swati Kulkarni – EVP & Fund Manager – UTI AMC) જણાવ્યા મુજબ, ગયા વર્ષમાં હાથ ધરવામાં આવેલો વિસ્તરણકારક અભિગમ ચાલુ વર્ષે પણ જળવાઈ રહેશે, જે મોટી સંખ્યામાં રોજગારી પેદા કરનાર માળખાગત ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરીને વૃદ્ધિને ટેકો આપશે. હાઇ-સ્પીડ રેલવે, નદીઓને જોડવાના વિવિધ પ્રોજેક્ટ, ગ્રીન ઊર્જાની સ્વીકાર્યતા માટે રૂપરેખા પર મહત્વપૂર્ણ જાહેરાતો થઈ શકે છે.
છેલ્લાં એકથી બે વર્ષમાં મધ્યમથી ઊંચી આવક ધરાવતા જૂથો માટે બચત વધી છે. રસીકરણ અને અવરજવરમાં વધારો થવાની સાથે ઉપભોક્તાનો વિશ્વાસ વિવેકાધિન ખર્ચમાં વધારા તરફ દોરી શકે એવી શક્યતા છે. એટલે ઓટોમોબાઇલ્સ, બિલ્ડિંગ સામગ્રીઓ, પર્સનલ કેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં વોલ્યુમમાં વૃદ્ધિ જોવા મળે એવી શક્યતા છે. આમાંથી મોટા ભાગના ક્ષેત્રોને કાચા માલની મોંઘવારીમાં વધારો થવાથી માઠી અસર થઈ છે અને વોલ્યુમમાં નબળી વૃદ્ધિથી માર્જિન ઘટ્યું છે.
પુરવઠામાં વધારો થવાથી મોંઘવારીજન્ય દબાણ ઓછું થવાથી અને કંપનીઓએ વધારાના ખર્ચનું ભારણ ઉપભોક્તાઓ પર નાંખતા કાર્યકારી ફાયદા આવકમાં વૃદ્ધિને વેગ આપશે એવી અપેક્ષા છે. ચોખ્ખી બેલેન્સ શીટ અને પર્યાપ્ત મૂડી સાથે નાણાકીય બાબતો વૃદ્ધિ કરવા સારી રીતે સજ્જ છે અને અમને મોર્ગેજીસ, અન્ય રિટેલ લોન અને સરકારી મૂડીગત ખર્ચ દ્વારા ધિરાણમાં વૃદ્ધિને વેગ મળવાની અપેક્ષા છે.
સ્થાનિક માગમાં ઊંચી વૃદ્ધિ ઉપરાંત ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્ર વિકસિત બજારોમાં નિકાસની તકોમાં વધારો જોઈ શકશે, જ્યાં આરોગ્યલક્ષી પ્રવૃત્તઇઓ અને પ્લાન્ટ ચકાસણીને મંજૂરી મળી છે.
સુશ્રી કુલકર્ણીએ સરળ પ્રવાહિતતાનો ગાળો ઘટવાની અપેક્ષા હોવાથી વધઘટની અપેક્ષાનો ઉલ્લેખ પણ કર્યો હતો. જો સ્ટોકમાં સીધું રોકાણ કરતાં હોવ, તો અતિ પસંદગીકારક અને સાવચેતીનો અભિગમ અપનાવો. ઇચ્છિત એસેટ ફાળવણી અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઇપી મારફતે નિયમિતપણે ઇક્વિટીમાં રોકાણ જાળવી રાખો. આવકમાં વિતરણ કમ મૂડી ઉપાડવાની યોજનાને બદલે લાંબા ગાળે ચક્રવૃદ્ધિ લાભો મેળવવા ઇક્વિટી રોકાણો માટે વૃદ્ધિનો વિકલ્પ પસંદ કરો.
નજીકના ગાળામાં રોકડપ્રવાહની જરૂરિયાતો માટે ડેટ મ્યુચ્યુઅલ ફંડનો ઉપયોગ કરવા ઉપરાંત નિયમિત રોકડપ્રવાહની જરૂરિયાત ધરાવતા રોકાણકારો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ રોકાણ પર સિસ્ટેમેટિક વિથડ્રોઅલ પ્લાન્સ (એસડબલ્યુપી) પસંદ કરી શકે છે, જે તેમને ભારતીય ઇક્વિટી બજારની લાંબા ગાળાની વૃદ્ધિમાં સહભાગી થવામાં મદદરૂપ થશે.