એસ્ટ્રલ એડહેસિવ્સે બ્રાન્ડ અભિયાન શરૂ કરીને બોન્ડટાઇટના 25 વર્ષની ઉજવણી કરી
અભિયાનની ટેગલાઇન ઉત્પાદનની અસરકારકતા વ્યક્ત કરે છે, જે ભારતના વિવિધ વિસ્તારોને એકતાંતણે જોડે છેઃ ઇન્ડિયા કે અલગ-અલગ મટિરિયલ્સ કો જોડે એકદમ ટાઇટ, બોન્ડટાઇટ
અમદાવાદ, 25 જાન્યુઆરી, 2022: એસ્ટ્રલ લિમિટેડની કંપની અને ભારતની અગ્રણી એડહેસિવ્સ ઉત્પાદક એસ્ટ્રલ એડહેસિવ્સે એની ઇપોક્સી એડહેસિવ બ્રાન્ડ બોન્ડટાઇટ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું હતું.
બોન્ડટાઇટના 25 વર્ષની ઉજવણી કરતી ટીવીસી ઉત્પાદનની અસરકારકતા અને સમગ્ર દેશમાં એની બહોળી ઉપયોગિતા દર્શાવે છે, જે વિવિધ પ્રકારની સ્થિતિ ધરાવતી વસ્તુઓને એક સ્થિતિમાં જોડે છે. આ વિભાવના ભારતને એકતાંતણે બાંધતા પ્રજાસત્તાક દિવસ સાથે સુસંગત છે.
ટીવીસીમાં બે વિવિધ વિસ્તારો અને ચોક્કસ સામગ્રીઓ વચ્ચેનું જોડાણ દર્શાવવામાં આવ્યું છે, જે સંપૂર્ણ દેશની એકતાને સૂચવે છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતની વિવિધ સામગ્રી અસરકારક કાર્યક્ષમતા અને ઉપયોગિતા સાથે બોન્ડટાઇટ સાથે જોડાયેલી છે.
ભારતના પ્રજાસત્તાક દિવસના પ્રસંગે અને બોન્ડટાઇટના 25 વર્ષની ઉજવણી પર અભિયાન સમગ્ર દેશની એકતાની લાગણી વચ્ચે સમન્વય દર્શાવે છે. ટીવીસી ભારતની વિવિધ સંસ્કૃતિ અને એકતાની ઝાંખી કરાવે છે, જેમાં ભારતના વિવિધ વિસ્તારો જુદાં જુદાં ઉત્પાદનો – મેટલથી ગ્લાસ, ગ્રેનાઇટથી માર્બલ, લાકડાથી ધાતુની જેમ જોડાયેલા છે.
આ ટીવીસી પર કંપનીના એમડી શ્રી સંદીપ એન્જિનીયરે કહ્યું હતું કે,“બોન્ડટાઇટની 25મી વર્ષગાંઠની ઉજવણીમાં અમને બોન્ડટાઇટને લઈને અભિયાનની ખુશી છે, જે ક્ષમતા, ગુણવત્તા અને વિશ્વાસનો પર્યાય છે. પ્રજાસત્તાક દિવસ દરમિયાન આ અભિયાનની શરૂઆત મહત્વપૂર્ણ છે, કારણ કે એમાં વિવિધ જોડાણને દર્શાવવામાં આવ્યું છે. આ અભિયાન સાથે અમારો ઉદ્દેશ વિઝિબિલિટી વધારવાનો છે, તો અમારી બ્રાન્ડનું મૂલ્ય વધારવાનો છે અને બજારમાં એસ્ટ્રલ એડહેસિવ વ્યવસાયને પ્રોત્સાહન આપવાનો છે.”
બોન્ડટાઇટ ભારતમાં ઇપોક્સી એડહેસિવ્સની બહોળી રેન્જ ધરાવે છે તથા એના ઉત્પાદન અને ગુણવત્તાની સ્પર્ધાત્મકતાને કારણે ઇપોક્સી એડહેસિવ્સ બજારનું નેતૃત્વ કરે છે. બોન્ડટાઇટ પીઆરઓની તાજેતરમાં શરૂઆત થવાની સાથે એસ્ટ્રલ એડહેસિવ્સે ઘણા નવા માપદંડો સ્થાપિત કર્યા છે. ટીવીસી એસ્ટ્રલ એડહેસિવ્સની ટીમ સાથે સાથસહકારમાં ધ વોમ્બે બનાવી છે.