દલિતોને યોગ્ય પ્રતિનિધિત્વની થતી રહે સમીક્ષા: સુપ્રીમ કોર્ટ

Files Photo
નવીદિલ્હી, પ્રમોશનમાં અનામતને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ર્નિણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, પ્રમોશનમાં અનામત આપતા પહેલા રાજ્ય સરકારોએ ડેટા દ્વારા સાબિત કરવું પડશે કે SC/STનું પ્રતિનિધિત્વ ઓછું છે. ડેટા વગર નોકરીમાં પ્રમોશનમાં અનામત આપી શકાય નહીં.
પ્રમોશનમાં અનામતનાં મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે રાજ્ય સરકારોએ એસસી/એસટીના કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપતા પહેલા તેનાથી સંબંધિત ડેટા એકત્રિત કરવો જાેઈએ.
કોર્ટે વધુમાં કહ્યું કે બંધારણીય બેંચનાં ર્નિણયો બાદ નવો સ્કેલ બનાવી શકાય નહીં. લાંબા સમયથી પડતર સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામતનાં મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પ્રમોશનમાં અનામતનાં મુદ્દા પર સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે.
જસ્ટિસ એલ નાગેશ્વર રાવની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે એટર્ની જનરલ કેકે વેણુગોપાલ, એડિશનલ સોલિસિટર જનરલ બલબીર સિંહ અને વિવિધ રાજ્યો તરફથી હાજર રહેલા અન્ય વરિષ્ઠ વકીલો સહિત તમામ પક્ષકારોની સુનાવણી કરી.
કેન્દ્ર સરકારે બેંચને કહ્યું હતું કે, એ વાત સાચી છે કે દેશની આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ એસસી-એસટી સમુદાયનાં લોકોને આગળનાં વર્ગની જેમ બુદ્ધિમત્તાનાં સ્તર પર લાવવામાં આવ્યા નથી. બેન્ચે આ મામલે સુનાવણી પૂર્ણ કર્યા બાદ ૨૬ ઓક્ટોબર ૨૦૨૧નાં રોજ પોતાનો ર્નિણય સુરક્ષિત રાખ્યો હતો.HS