Western Times News

Gujarati News

જાન્યુઆરીમાં કોરોનામાં ૭૫ ટકા કેસ ઓમિક્રોન વેરિયન્ટના જણાયા

નવી દિલ્હી, ભારત સહિત દુનિયાભરના દેશોમાં આવેલી કોરોનાની નવી લહેરનું કારણ ઓમિક્રોન વેરિયન્ટ માનવામાં આવી રહ્યો છે. કોરોનાની ગતિ મંદ પડ્યા બાદ ઓમિક્રોન વેરિયન્ટના કેસ ઝડપથી ફેલાઈ રહ્યા હોવાનું માલુમ પડ્યું હતું. ભારતમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધતા આખરે તે ત્રીજી લહેરનું કારણ બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં નોંધાયેલા કેસમાં થયેલા એક સંશોધનમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

નેશનલ સેન્ટર ઓફ ડીસીઝ કંટ્રોલ (એનસીડીસી)ના ડિરેક્ટર સંજીત સિંઘે જણાવ્યું કે, સાર્સ કોવવી૨ ના જાન્યુઆરીમાં પોઝિટિવ આવેલા કેસના જીનોમ સિક્વન્સિંગમાં માલુમ પડ્યું કે તેમાંથી ૭૫% ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હતા. તેમણે કહ્યું કે આ સિવાય ડેલ્ટા વેરિયન્ટના સંક્રમણ પણ જાેવા મળ્યા છે, જે ખાસ કરીને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં જાેવા મળ્યા છે.

સંજીત સિંઘે જણાવ્યું કે, એ સાચું નથી કે માત્ર ઓમિક્રોન વેરિયન્ટ જ મળી રહ્યા છે, ભારતમાં હજુ ડેલ્ટા વેરિયન્ટ પણ છે. ડેલ્ટા વેરિયન્ટના કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યા વધે છે. હોસ્પિટલમાં આવતા તમામ કેસ ઓમિક્રોનના હોવાનું ના માનવું જાેઈએ. જાન્યુઆરી મહિનામાં જીનોમ સિક્વન્સ કરાયેલા ૯,૬૭૨ કેસ ઓમિક્રોન સંક્રમિત હતા, જ્યારે ડિસેમ્બર મહિનામાં ૧,૨૯૨ કેસ આવ્યા હતા.

બીજી તરફ ડેલ્ટાનું પણ પ્રમાણ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેના ડિસેમ્બરમાં ૧૭,૨૭૨ કેસ મળ્યા હતા જ્યારે જાન્યુઆરીમાં આંકડો ઘણો ઘટીને ૪,૭૮૯ થઈ ગયો છે. કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો થયો છે આમ છતાં મૃત્યુઆંક વધી રહ્યો છે, ઓમિક્રોન વેરિયન્ટની વચ્ચે ડેલ્ટા વેરિયન્ટ પણ હોવાનું તપાસમાં માલુમ પડ્યું છે.

આવામાં ઓમિક્રોન ભલે હળવો હોય પરંતુ તે ઘરના અન્ય ગંભીર બીમાર, વૃદ્ધ કે બાળકો માટે જાેખમી સાબિત થઈ શકે છે માટે એક્સપર્ટ દ્વારા નવા વેરિયન્ટને હળવાશની ના લેવાની સલાહ અનેકવાર આપવામાં આવી છે. ધીમે-ધીમે રાજ્યો દ્વારા નવા કેસમાં ઘટાડો નોંધાતા છૂટછાટો વધારવામાં આવી રહી છે. જાેકે, ત્રીજી લહેર પહેલી અને બીજી લહેર જેટલી ગંભીર સાબિત થઈ શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.